આજના સમયમાં લોકો આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત હોય છે. સમય ન હોવા છતાં ઘણા બિનઉપયોગી કૉલને ઉપાડવા પડે છે જેના નંબર ફોનમાં સેવ હોતા નથી. આ નંબરને ઓળખવાનું કામ ‘ટ્રુ કોલર’ નામની એપ્લિકેશન દ્વારા થઇ શકે છે. ટ્રુ કોલર કોઈ પણ કોલ કરનારની ઇન્ફોર્મેશન આપણને આપે છે.

સામાન્ય રીતે દિવસ દરમિયાન કંપની તરફથી આવતાં કૉલને આપણે ઉપાડતા નથી અને ઘણા જરૂરી નંબરને પણ કંપનીનો કૉલ સમજીને કાપી નાખીએ છીએ. પરંતુ કંપની તરફથી આવતાં કૉલ લોકોને ઉપયોગી પણ બની શકે છે પરંતુ આપણે બિનઉપયોગી નંબર સમજીને ઉપાડતા નથી. કંપની દ્વારા જો કસ્ટમરનું રિચાર્જ સમાપ્ત થવાનું હોય ,કસ્ટમરને કોઈ સ્પેશિયલ ઓફરની જાણકારી આપવી અથવા તો કાર્ડ અપગ્રેડ કરાવવાનું હોય તો કંપની દ્વારા કૉલ કરવામાં આવે છે. કંપનીઆ સમસ્યાને દૂર કરવા માટે ટ્રુ કોલર એક નવો ફીચર લાવી રહી છે.

શુ હશે ટ્રુ કોલર એપનો નવો ફીચર?

ટ્રુ કોલર એપ્લિકેશન દ્વારા એપમાં ટૂંક સમયમાં એક નવો ફીચર ઉમેરવામાં આવશે જે કંપનીનો કૉલ શા માટે આવ્યો હતો તેની જાણકારી આપશે.આ સ્ટોકહોમ કંપની ના સ્થાપક એલન મોદીએ ઇટીના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ ફીચર બની ગયો છે અને કંપની આવતાં વર્ષે મોટા પાયે તેને રજૂ કરશે.

આ ફીચર ગ્બેંકો ,કેબ એગ્રીગ્રેટર્સ, ડિલિવરી કંપનીઓ માટે ખૂબ જ ઉપયોગી બનશે ઉપરાંત ઉંબર ,ઓલા અને ફ્લિપકાર્ટ જેવી કંપનીનો પણ સમાવેશ થાય છે. જ્યારે ગ્રાહકને કૉલ કરવામાં આવશે ત્યારે તેની જાણકારી મેળવી શકાશે કે નંબર વેરીફાઈડ છે કે નહીં .આ ફીચર દ્વારા કંપની તરફથી મળતા ફાયદાનો પણ લાભ ઊઠાવી શકશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.