હાલમાં ચાલતા ડીઝલ એન્જીનો ૧૦પ ડેસીબલ સુધીનો ભારે ઘોંઘાટ અને ભારે ધ્રુજારી ઉત્પન્ન કરે છે: વર્ષના અંત સુધીમાં દેશના તમામ એન્જીનોને ઇલેકટ્રીકમાં ફેરવવાની તંત્રની તૈયારી
ભારતીય રેલ તંત્રને વિશ્વની શ્રેષ્ઠતમ પરિવહન સુવિધા અને સમૃઘ્ધ આંતર માળખા વ્યવસ્થા ધરાવતું તંત્ર માનવામાં આવે છે. અંગેજોના ગુલામી કાળથી ભારતમાં શરુ થયેલા રેલવે યુગમાં કોલસાથી સંચાલીત આગગાડી નેરોગ મીટરગેજ, બ્રોડગેજ ડીઝલ એન્જીન, ઇલેકટ્રીક પાવથી લઇ મેટ્રો ટ્રેન અને હવે બુલેટ ટ્રેન સુધીની સફર રેલવેએ સતત વિકાસના અભિગમ સાથે સિઘ્ધ કરી છે. ત્યારે આગામી ડિસેમ્બર મહીનાથી ટ્રેનો ઘોંઘાટીયા એન્જીનોથી મુકત થઇને ઇલેકટ્રીક પર ચાલતી બની જશે.
મંગળવારે રેલવેએ કરેલી સત્તાવાર જાહેરાત મુજબ રેલવેમાંથી હવે ધીરે ધીરે ઘોંઘાટીયા એન્જીનોની જગ્યાએ મોટરની જેમ દોડતા સ્થુષ એન્જીનો કામે લગાડવામાં આવશે.
નવી દિલ્હી ખાતે એલએસએલ આર.ડી. સેન્કડ લગેજ ગાર્ડ અને દિવ્યાંગ કમ્પાર્ટમેન્ટના વધારાના ૩૧ મુસાફરો અને સામાનના સ્પેશ સાથેની જગ્યા ધરાવતા બે પાવર કાર પૈકી એકનું શુભારંભ કરવામાં આવ્યો હતો. રેલવે વિના અવાજે દોડતા સલુનને આયાત કાલીન કામગીરી માટે ઉપયોગમાં લેવાશે
અત્યારે જે એન્જીનનો ઉપયોગ કરવામાં આવે છે કે ૧૦પ ડેસીબલ જેવો અવાજ કરે છે. આ તીવ્રતા સંપૂર્ણપણે આ વર્ષના અંત સુધીમાં સમાપ્ત કરી દેવામાં આવશે. રેલવે બોર્ડ સભ્ય રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આ નવા ટેકનોલોજીના એન્જીનો રેલવેના ૮૦૦ કરોડના પાવર બીલ અને હવા અને અવાજનું પ્રદુષણ અટકાવશે. આ નવી ટેકનોલોજીનો હેડ અને જનરેશન એચઓજી કહેવામાં આવી છે.રેલવે એચઓજી પઘ્ધતિથી ૩૬ પિયા યુનીટના બદલે ૬૦ પિયા પ્રતિ યુનિટના પોસ્ટિ સુધી ખર્ચો નીચે લઇ જશે રેલવે લિંક હોફમેન બોસ કોચને બે પાવરકાર દ્વારા ચલાવશે.અત્યારે સુધીમાં દેશમાં ૩૪૨ ટ્રેનોને નવી એચઓજી સિસ્ટમમાં હનવર્ડ કરવામાં આવી છે હવે વધારાની ૨૮૪ ટ્રેનોને આ વર્ષ ના અંત સુધીમાં નવી એચઓજી ટેકનોલોજીમાં ફેરફાર કરવામાં આવશે જે રેલવેનો ખર્ચ વધુને વધુ નીચો લઇ જશે. રેલવેએ સમગ્ર દેશમાં હવે ઘ્વનિ પ્રદુષણ અને વાયુ પ્રદુષણને ધટાડતી નવી શાંત ટ્રેનો શરુ કરવાનું આયોજન કર્યુ છે.દિલ્હીથી શરુ થયેલી આ પ્રક્રિયા જયા જયા વિઘુત સેવા ઉપલબ્ધ છે ત્યાં શરુ કરી દેવામાં આવશે રેલવેમાં હવે ઘોઘાટીયા એન્જીનોની જગ્યાએ મોટરની જેમ પુરપાટ અને મુંગા મોઢે દોડતી ટ્રેનો દેખાશે.