દેશમાં પ્રત્યેક સરકારી કામ માટે તો આધારકાર્ડને ફરજીયાત બનાવવામાં આવી રહ્યુ છે તો હવે જો તમે પીએમ મોદીના કાર્યક્રમમાં સામેલ થવા માંગતા હોય, તો તમારે આધારકાર્ડ બતાવવુ પડશે. પટણા યુનિ.ના પોસ્ટ ગ્રેજયુએટ છાત્રો અને રિસર્ચ સ્કોલર્સ જે પણ પીએમ મોદીના કાર્યક્રમમાં સામેલ થવા ઇચ્છતા હોય તેમના માટે આધારકાર્ડ અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. શનિવારે પટણા યુનિ.ના શતાબ્દી વર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં પીએમ મોદી હાજર રહેવાના છે.
યુનિ.ના કુલપતિ ડોલી સિંહાએ કહ્યુ છે કે આ કાર્યક્રમમાં સામેલ થવા છાત્રોની સંખ્યા સીમીત કરવાની અમને સુચના મળી છે. ફકત પોસ્ટ ગ્રેજયુએટ છાત્રને રિસર્ચ સ્કોલર્સને જ પરવાનગી મળશે. આ માટે તેઓએ પોતાનુ આધારકાર્ડ બતાવવુ પડશે. છાત્ર સંઘ સાથે જોડાયેલાઓને પરવાનગી નહી અપાય.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નીતિશકુમાર, નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, રવિશંકર પ્રસાદ, ઉપેન્દ્ર કુસ્વાહા અને અશ્વિની ચોબે હાજર રહેશે.