દરેક ડબ્બા નિયંત્રિત હોવાને કારણે ટ્રેન મોડી થઈ હોય તો બીજી તૈયાર ટ્રેનો મોકલી શકાશે: રેલવે મંત્રી
ખર્ચ, સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખતા રેલવે દ્વારા દરેક ટ્રેનોમાં ૨૨ ડબ્બા જ રાખવાનો નિર્ણય લેવાયો છે. રેલવે મંત્રી પિયુશ ગોયલે જણાવ્યું હતું કે, ટ્રેનોના ડબ્બાઓ સમાન રાખવાથી દરેક ટ્રેનો તમામ રૂટો પર દોડી શકશે. જેથી લોકોનો સમય પણ બચશે. ૨૨ ડબ્બા દરેક ટ્રેનોના હોવાને કારણે પ્લેટફોર્મની લંબાઈ વધશે અને આ ઉપરાંત પણ ઘણા ફેરફારો કરવામાં આવશે. જેના વિશે એન્જીનિયર્સ હાલ વિચારો કરી રહ્યા છે. હાલ આઈસીઓફ અને એલએચબી એમ ત્રણ વિભાગમાં ડબ્બાઓ વિભાજીત છે. જેમાં માંગ પ્રમાણે અમુક ટ્રેનોમાં ૧૨,૧૬,૧૮,૨૨ અને ૨૬ એમ ડબ્બાઓ જોડવામાં આવે છે. જેના કારણે રેલવેને તકલીફો પડી રહી છે. જેથી ટ્રેનો મડી થઈ રહી છે. જો દરેક ટ્રેનોમાં સમાન ડબ્બા રહેશે તો જરૂરીયાત સમયે અમે કોઈપણ તૈયાર ટ્રેન મોકલી શકીએ અને લોકોએ ટ્રેનોના વિલંબને કારણે સમય ન બગાડવો પડે.
એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, રેલવે પાસે હાલ પહેલા તબકકામાં ચાલતી ટ્રેનોના ૩૦૦ ગ્રુપ છે. તેમાં ફેરફારો કરવાથી લોકોની સુવિધા વધી જશે. જેની સમય સરણી જુલાઈમાં લાગુ પડશે. તેથી સ્ટાન્ડર્ડ ટ્રેનોનો પણ લોકોને આપાતકાલીન સમયે લાભ મળશે. જેમાં જનરલ, સ્લીપર અને એર કંડિશન એમ ત્રણેય પ્રકારના ડબ્બાઓ એક જ રૂટ પર દોડશે. પહેલા તબકકામાં અમે ૩૦૦ ટ્રેનોના ગ્રુપને અલગ પાડયા છે માટે તેમના રૂટ નકકી કરી શકાય કે કયા રૂટ પણ તેની વધુ જ‚ર છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વિચારની તેઓ સફળતાપૂર્વક અમલવારી કરી રહ્યા છે. તેથી રેલવેની માળખાગત સુવિધા, આધુનિક પ્લેટફોર્મ, વોશિંગ બાઈન જેવી સુવિધાઓ મુસાફરોને મળી રહેશે.