ગુજરાતની જનતા જાગતા કોરોના ભાગ્યો છે. કોરોના વાયરસની બીજી લહેર હવે અંત તરફ હોયતેમ કેસ નોંધનીય દરે ઘટી રહ્યા છે. એમ્બ્યુલન્સ, ઓકિસજન, ઈન્જેકશનો તો ‘પ્રાણવાયુ’ માટેની પડાપડીની લાઈનો ગૂમ થઈ ગઈ છે. ઉપરની આ તસ્વીર રાજકોટ સિવિલ હોસ્પિટલની છે જયાં પખવાડિયા પહેલા 108 એમ્બ્યુલન્સની લાંબી કતારો હતી હવે તે હટતા તેની જગ્યા સેનિટાઈઝ માક્ષનોએ લઈ લીધી છે. છેલ્લા દોઢેક માસથી કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેના પરિજનોથી ભરચક રહેલી સિવિલમાં હવે કોરોનાનો અંશ પણ ન રહેવો જોઈએ તેમ નિશ્ર્ચિત સાથે સિવિલને ‘ચોખ્ખી-ચણાક’ કરવા સેનિટાઈઝશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
કોરોના વાયરસની બીજી લહેરએ દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. કેસ અતિ ઝડપથી વધતાં મૃત્યુ દર પણ વધી રહ્યો હતો. સમગ્ર દેશમાં જાણે સ્વાસ્થ્ય કટોકટીની સ્થિતિ સર્જાઇ હોય તેવા તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. પરંતુ હવે આ બીજી લહેર તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ હવે તેનો ગ્રાફ નીચે સરકી રહ્યો છે. કેસ ઘટી રહ્યા છે તો સામે રિકવરી રેટ પણ વધી રહ્યો છે. એમાં પણ દર્દીઓના સાજા થવાના દરમાં સમગ્ર દેશમાં ગુજરાત અવ્વલ નંબરે છે. ત્યારે હવે ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. શહેરભરની હોસ્પિટલોમાં 108 એમ્બ્યુલન્સની લાઈનો ઘટી ગઈ છે,. રેમડેસીવીરની રામાયણનો અંત આવ્યો છે. તો સાથે જ સ્વ્છ્ત્તા ઝુંબેશના ભાગરૂપે વાયરસને નાથવા સેનિટાઇઝેશનની પ્રક્રિયા પણ જોરોશોરમાં ચાલી રહી છે.