અમેરિકાએ ચીન, સાઉદી અરબ, દુબઇ, યુરોપ, જાપાન, ઓસ્ટ્રેલીયા સહિતના દેશો સાથે મળી ભારત પાક વચ્ચે ઉભા થયેલા તનાવ માટે કવાયત હાથ ધરી
વિશ્વના આતંકીઓનું જનક બની ગયેલ પાકિસ્તાનની ભૂમિ પરથી આતંકવાદને મદદ મળતી હોવાની ફરીયાદ હવે વિશ્વએ કબુલી દીધી છે. અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદ સામે શકયત હશે તમામ પગલા લેવાની હિમાયત કરીને ચેતવણી આપી છે. કે જો હવે ભારતમાં કોઇપણ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી સાબિત થશે તો તે તેના માટે સા‚ નહીં હોય.
વ્હાઇટ હાઉસના પ્રવકતાએ માઘ્યમોને જણાવ્યું હતું કે પાકિસ્તાનને જેસે મોહમ્મદ અને લશ્કરી તોયબા જેવા આતંકી સંગઠનો ને તેની ભૂમિ પર પાંગરવા ન દેવા તાકીદ કરી છે. અને આંતરરાષ્ટ્રીય સમુદાયને સમગ્ર પ્રદેશમાં શાંતિના માહોલ માટે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા કામ અંગે વિશ્વાસ અપાવવા જણાવ્યું હતું જો ત્રાસવાદીઓ પાકિસ્તાનની ભૂમિનો ઉપયોગ કરી ભારતમાં કોઇપણ પ્રકારની હરકત કરશે તો પાકિસ્તાનને તેના દુષપરિણામ ભોગવવા પડશે.
પુલવામાં આત્મધાતી હુમલા બાદ બાલાકોટની સર્જીકલ સ્ટ્રાઇક બાદ અમેરિકા અને યુનોએ પાકિસ્તાને ત્રાસવાદ સામે સંભવિત પગલા અંગે તાકિદ કરી હતી. અમેરિકાએ વધુમાં જણાવ્યું હતું કે કે પાકિસ્તાન ત્રાસવાદ સામે પગલા લેવાની વાતો કરે છે પરંતુ પરિણામ મળતું નથી. જો કે પાકિસ્તાને આતંકવાદીઓની મિલકતો સીઝ કરવાની કાર્યવાહીક સમર્થન કર્યુ હતું.
અમેરિકાએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હવે આતંકવાદ સામેની કાર્યવાહીમાં જે પોતાનું વલણ સ્પષ્ટ કરે પાકિસ્તાનમાં આતંકીઓ સામે કાર્યવાહી નહિ પણ દેખાડો થાય છે. કેટલાંક લોકોની ધરપકડ કરવામાં આવે છે પછી થોડા મહિનાઓમાં જ છોડી દેવામાં આવે છે પછી એ લોકો આખા દેશમાં ધુમે છે. અને સભાઓ ગજવે છે.
અમેરિકાએ પાકનો આ બેવડા વલણની ટીકા કરી છે. પાકિસ્તાન જો આતંકીઓ સામે પગલા ભરવામાં વિશ્વસનીય કામ નહિ કરે તો તેને રેડ જોનમાં મુકી દેવામાં આવશે અને પાકિસ્તાનને પોતાના ભવિષ્યનું નકકી કરવાનું છે. રાજય સરકારે જાહેર કર્યુ છે કે પાકિસ્તાનને આતંકીઓના સ્વર્ગ તરીકેની પોતાની છાપ સુધારવી પડશે પુલવામાં હુમલા બાદ વચ્ચે તંગદીલી ઉભી થઇ ગઇ હતી.
અમેરિકા સહીતના વિશ્વના દેશો આ વખતે ભારતની વાહરે ઉભા રહ્યા છે. તેમણે પાકિસ્તાન ઉપર ભારે દબાણ ઉભુ કર્યુ છે. અમેરિકાએ ચીન, સાઉદી અરબ, દુબઇ, કતાર, યુરોપ, જાપાન, ઓસ્ટેલીયા સહીતના દેશો સાથે મળી ભારત પાક વચ્ચે ઉભા થયેલા તનાવ માટે કવાયત હાથ ધરી છે. અમેરિકાએ પાકિસ્તાનને હવે સખણુ રહેવા ચેતવણી આપી છે.