અબતક, રાજકોટ
રાજકોટ ખાતે તા. 4 ડીસેમ્બરના રોજ ફેશન હોલિક સીઝન-ર નું ઓડીશન યોજાયું હતું. આગામી દિવસોમાં સુરત ખાતે ફાઇનલ યોજાશે. ત્યારે રાજકોટ ખાતે યુવાનોના ટેલેન્ટને આગળ વધારવા વિનામૂલ્યે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત પસંદગી પામનાર યુવાનોને જરુરી ડ્રેસીંગ અને તાલીમ આપવામાં આવશે. ત્યારે રાજકોટ ખાતે યુવા વર્ગનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ, વડોદરાના ઓડીશનનનું ઓનલાઇન આયોજન કરાશે. આ તમામ ઓડીશન બાદ સુરતથી સિલેકટ થનારને શોર્ટ ફીલ્મ, મોડલીંગ, આલ્બોમ સોંગ વિવિધ જગ્યાએ ચાન્સ અપાશે.
મુખ્ય ઉદેશ યુવા ટેલેન્ટને આકષવાનો: વિક્રમ લાઠીયા
રાજકોટ અમીન માર્ગ પર આવેલ વટેક્ષ ડાન્સ સ્ટુડીયોના ઓનર વિક્રમ લાઠીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફેશન હોબિકને રાજકોટ લાવવા પાછળ એક માત્ર ઉદેશ્ય રાજકોટના આવનાર ટેલેન્ટને આવકારવાનો અને યોગ્ય જગ્યા આપવાનો હતો. આ ઉપરાંત આ ઓડીશન તદદન ફ્રી રખાયુ હતુ તેનું એક માત્ર કારણ વધુમાં વધુ લોકોને ચાન્સ મળી શકે, ત્યારબાદ આ લેવલથી આગળ વધવા યુવાનોને ગ્રુમીંગ અને બીજી જરુરી તાલીમ પણ અપાશે.
ટેલેન્ટ ભરપુર માત્ર બહાર આવવાની જરૂર: અભિષેક કારીયા
ફેશન હોલિક-ર રાજકોટના કાર્યકર્તા અભિષેક કારીયાએ જણાવ્યું હતું કે વિક્રમભાઇના સહયોગથી રેસ્ટો પપ કાફે પર આ આયોજન કરાયું હતું. અને ફેશન હોલિક ફાઇનલ સુરત થવા જઇ રહ્યું છે આ ફાઇનલ ડીસેમ્બરના અંતમાં યોજાશે વિવિધ મહાનગરો જેવા કે કચ્છ, અમદાવાદ, વડોદરા, રાજકોટથી સિલકેશન થનારને સુરત ફીનાલેમાં ચાન્સ મળશે. આ ઉપરાંત તેઓએ યુવાનોના ટેલેન્ટ વિશે વાત કરવા જણાવ્યું હતું કે ટેલેનટ ભરપુર છે માત્ર બહાર આવવાનો જરુર છે.
વિવિધ પ્રકારનું ફુડ એક જગ્યાએ: વિવેક ચૌહાણ
પપ રેસ્ટ્રો કાફેના ઓનર વિવેક ચૌહાણે જણાવ્યું હતું કે આ કાફેમાં 1ર અલગ અલગ શોપ અને રેસ્ટોરન્ટ છે લોકોને એક જ જગ્યાએ બધુ ફુડ મળી જાય એ માટેઆ ક્ધસેપ્ટ રખાયો છે. ત્યારે આ જગ્યા પર ર00 થી વધુ સીટીંગની વ્યવસ્થા છે અને દર વીકેન્ડ નાની મોટી ઇવેન્ટ પણ યોજાય છે અને આગામી દિવસમાં પણ લોકોના મનોરંજન માટે વિવિધ પ્રવૃતિ હાથ ધરાશે.
મોડલીંગને લઇ લોકોના મનના ભ્રમ દૂર થાય: આકાંશા ચૌહાણ
ફેશન હોલિડ-ર સુરતના કાર્યકર્તા આંકાક્ષા ચૌહાણ એ જણાવ્યું હતું કે આગામી સમયમાં સુરતમાં થનાર શોનું રાજકોટ ખાતે ઓડીશન યોજાયું હતું. ત્યારે આ શોનો મેઇન હેતુ મોડલીંગ ઇન્સ્ટ્રીને એક સારો પ્રતિસાદ આપવાનો છે. અને લોકોના મનમાં રહેલા ભ્રમને દૂર કરવાનો છે આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે આ ઇન્સ્ટ્રીમાં ખુબ સારી રીતે કામ થાય છે. દર વર્ષે આ શોનું આયોજન કરાય છે. તેથી વધુને વધુ યુવા વર્ગને તક મળી શકે. આ ઉપરાંત આગામી સમયમાં પ્રત્યોગીઓને ખુબ જ સારી તકો મળશે.