ફેક ન્યુઝને રોકવા માટે ટિપલાઈન નંબર બાદ હવે વોટ્સઅપે ગ્રુપ મેમ્બર સાથે જોડાયેલું એક નવું પ્રાઈવસી સેટિંગ ફીચર ભારતમાં લોન્ચ કરી દીધું છે. આ ફીચર યુઝરને એ નક્કી કરવાનો વિકલ્પ આપશે કે કોઈ ગ્રુપ એડમિન તમને પોતાના ગ્રુપમાં એડ કરી કે નહિ.
આ નવું સેટિંગ બુધવારથી એન્ડ્રોઈડ યુઝર્સ માટે રિલિઝ કરવામાં આવ્યું છે અને નવા વર્ઝનને અપડેટ કરવાની સાથે તમામ યુઝર્સને મળવાનું શરૂ થઈ જશે. યુઝરની ચોઈસ બાદ કોઈ પણ એડમિન તરફથી મળેલું ગ્રુપ ઈન્વિટેશન 72 દિવસ સુધી માન્ય રહેશે.
1.સૌથી પહેલા વોટ્સએપના સેટિંગમાં જવાનું રહેવાનું રહેશે. ત્યાં એકાઉન્ટના ઓપ્શન પર ક્લિક કરો. હવે પ્રાઈવસી સેક્શનમાં જઈને ગ્રુપ્સ પર ટેપ કરો.
2.અહીં તમને ત્રણ વિકલ્પ મળશે-એવરીવન, માય કોન્ટેક્સ અને નોબડી. તમારે આ ત્રણમાંથી તમારી પસંદગીનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
3.જો તમે નોબડી ઓપ્શનને પસંદ કરો છો, તો કોઈ પણ ગ્રુપ એડમિન મંજૂરી વગર તમને ગ્રુપમાં એડ કરી શકશે નહિ.
4.જો તમે માય કોન્ટેક્સ ઓપ્શનને પસંદ કરો છો તો તમે માત્ર તમારા ફોનના એડ્રેસ બુકમાંના યુઝર્સને જ કોઈ ગ્રુપમાં એડ કરી શકશો.
5.સેટિંગના ત્રણે વિકલ્પોમાંથી કોઈ પણ એકને સિલેક્ટ કર્યા બાદ એડમિન તરફથી એક નવો ચેટ મેસેજ મોકલવામાં આવશે, જે ગ્રુપમાં એડ કરવા માટેના બે વિકલ્પ સ્વીકાર કે અસ્વીકારની સાથે તમારી પાસે આવશે.