આજકાલ ચરબીનો વધારો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જે માત્ર શરીરને જ નહીં પરંતુ માનસિક સ્થિતિ પર પણ ખરાબ અસર કરે છે. તેમજ વજન વધવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે બિનઆરોગ્યપ્રદ આહાર, ખરાબ લાઈફસ્ટાઈલ, વધુ પડતી કેલરીનું સેવન અને કસરતનો અભાવ વગેરે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે તમારા આહારમાંથી કેટલીક “સફેદ વસ્તુઓ” દૂર કરી દો છો, તો તમારું વજન તો ઘટશે જ, પરંતુ સ્થૂળતા સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થશે.
ખાંડ
ખાંડ કે જેનો આપણે રોજિંદા જીવનમાં મીઠાઈ, ચા અથવા અન્ય વસ્તુઓમાં ઉપયોગ કરીએ છીએ, તેમજ ખાંડ વજન વધવાનું મુખ્ય કારણ બની શકે છે. આ ઉપરાંત ખાંડમાં કેલરીનું પ્રણામ હોય છે, પરંતુ તેમાં પોષક તત્વો ઓછા હોય છે. તેમજ વધુ પડતી ખાંડનું સેવન શરીરમાં ઇન્સ્યુલિનને વધારે છે, જે ચરબીના સંગ્રહને પ્રોત્સાહન આપે છે અને વજન વધારવામાં મદદ કરે છે. જો તમે તમારા આહારમાંથી ખાંડ દૂર કરો છો, તો તમે સરળતાથી વજન ઘટાડવા માટે એક મોટું પગલું ભરી શકો છો.
સફેદ લોટ
સફેદ લોટમાંથી બનેલી વસ્તુઓ જેમ કે બરફી, મીઠાઈ, સફેદ બ્રેડ, સમોસા, બર્ગર વગેરે વજન વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સફેદ લોટમાં ફાઈબરનો અભાવ હોય છે અને તે શરીરમાં ઝડપથી સુગરમાં પરિવર્તિત થઈ જાય છે, તેનાથી વજન વધવાની શક્યતા વધી જાય છે. તેમજ તેના બદલે ઘઉંનો લોટ, બાજરી, જુવાર વગેરે જેવા આખા અનાજનું સેવન કરવું વધુ ફાયદાકારક છે.
ચોખા
ચોખાનો વજનના વધારામાં મહત્વનો ફાળો આપી શકે છે. તેમજ સફેદ ચોખામાં ફાઈબર ઓછા પ્રમાણમાં હોય છે અને તે શરીરમાં સુગર લેવલને ઝડપથી વધારી દે છે, જેનાથી વજન વધે છે. આ ઉપરાંત તેની સરખામણીમાં બ્રાઉન રાઇસ અથવા અન્ય આખા અનાજનું સેવન કરવું વધારે સારું રહે છે. કારણ કે તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
સફેદ મીઠું
સામાન્ય સફેદ મીઠાના વધુ પડતા સેવનથી શરીરમાં પાણીને રોકી રાખી છે અને સોજો આવી શકે છે, જેનાથી વજન વધવાની શક્યતા રહેલી છે. તેમજ વધુ પડતા મીઠાનું સેવન કરવાથી શરીરમાં વધુ પડતું સોડિયમ બને છે, જેનાથી કિડની પર દબાણ વધે છે અને શરીરમાં વધારાનું પાણી જમા થાય છે. તેનાથી વજન વધી શકે છે અને શરીરમાં સોજો પણ આવી શકે છે.
ડેરી પ્રોડક્ટ
સામાન્ય દૂધ અને પ્રોસેસ્ડ ડેરી ઉત્પાદનો જેમ કે ચીઝ અને માખણમાં ચરબી અને કેલરી વધુ હોય છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો આ વસ્તુઓને બદલે લો ફેટ અથવા ફેટ ફ્રી દૂધ અને દહીંનું સેવન કરો. તેમજ ડેરી પ્રોડક્ટ માત્ર વજન ઘટાડવામાં મદદ કરશે નહીં, પરંતુ પેટની તંદુરસ્તી પણ સુધારશે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.