૩૦૦ મીલીનો ગ્લાસ માત્ર ૧રૂ માં તથા કેન ૨૦રૂ માં ઉપલબ્ધ કરાવશે

ભારતીય રેલવે તેના મુસાફરો માટે પ્રાથમીક સુવિધા પુરી પાડવા માટે ગંભીરતાથી વિચારી રહી છે. તેમજ મુસાફરોને શકય તેટલી મુશ્કેલી નિવારી તેમની મુસાફરી સરળતાથી થઇ શકે તે માટે પ્રયત્નશીલ છે. તાજેતરમાં જ મહીલાઓને સ્તનપાન માટે અલગ સુવિધા રેસ્ટ રુમમાં ફાળવવા માટે દેશના મહાનગરો ઉપરાંત મોટા શહેરોમાં આ સુવિધા અમલમાં મુકયા બાદ મુસાફરોને પીવાનું શુઘ્ધ પાણી મળે તે માટે મશીનો મુકીને ઓછી કિંમતે ઉ૫લબ્ધ કરાવશે.

ભારતીય રેલવે દ્વારા ૪૫૦ રેલવે સ્ટેશનો પર ૧૦૦૦ વેન્ડીંગ મશીન મુકી સમગ્ર દેશમાં પીવાનું શુઘ્ધ પાણી પુ‚ પાડવામાં આવશે. તેમજ આ મશીન દ્વારા શુઘ્ધ ૩૦૦ ગ્રામ પાણીનો ગ્લાસ માત્ર ૧ રૂ. માં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રેલવે મંત્રાલય દ્વારા આ પીવાનું શુઘ્ધ પાણી ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ તેના દ્વારા ૨,૦૦૦ લોકોને રોજગારી મળી રહે છે. હાલ આ પ્રોજેકટને અમલમાં મુકવા માટેની પ્રક્રિયા માટે પ્રથમ ૨૦૧૫માં જ આયોજનની વિચારણા હતી. જે અન્વયે પીવાનું શુઘ્ધ પાણી ઓછા ભાવે ઉ૫લબ્ધ કરાવવા માટે આ મશીનો દ્વારા પીવાનું શુઘ્ધ પાણી ર૪ કલાક મળી રહે તે માટે મશીનને ઓપરેટ કરી શકાય તેવા સ્વસંચાલીત કે બટનની સુવિધા ધરાવતા મશીનો મુકવામાં આવશે.

આ મશીન દ્વારા પાણી બોટલ કરતાં શકય તેટલા ઓછા ભાવે મળી રહેશે. જયારે ૧/૨ લીટર પાણીનો ભાવ ૩રૂપિયા થાય ત્યારે ૧ લીટર પ રૂપિયામાં, ર લીટર ૮ રૂપિયામાં અને કેન ૨૦ રૂપિયામાં મળી રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.