સર્વપક્ષીય બેઠકમાં મુખ્ય ચૂંટણી અધિકારીએ વીવીપીએટી મશીનના ઉપયોગની જાહેરાત કરી
નવી દિલ્હી
પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણી બાદ બસપા, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા ઈવીએમમાં છેડછાડ ઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ વિવાદ બાબતે સ્પષ્ટીકરણ કરી ઈવીએમમાં ચેડા શકય ની તેવું સાબીત કરવા માટે ચૂંટણીપંચે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં તમામ પક્ષોની હાજરીમાં મુખ્ય ચૂંટણી અધિકારીએ ઈવીએમ સુરક્ષા બાબતે વિગતો આપી હતી. તેમજ ઈવીએમમાં ચેડા શકય ન હોવાની જાણકારી તમામ પક્ષો સમક્ષ રજૂ કરી હતી.
વધુમાં મુખ્ય ચૂંટણી અધિકારીએ જાહેર કર્યું હતું કે, હવે આગામી દરેક ચૂંટણીઓમાં ઈવીએમમાંી મતદાન સ્લીપ નીકળશે.
ચૂંટણીપંચ આગામી ચૂંટણીઓમાં વીવીઈએટી મશીન ઉપયોગમાં લેશે. આ નવા ઈવીએમમાં મતદાર મત આપ્યા બાદ સ્લીપ મેળવી શકશે. તેમજ મત યોગ્ય ઉમેદવારને જ મળ્યો છે તે પણ જાણી શકશે. આ ઉપરાંત પરિણામો જાહેર કર્યા પહેલા વીવીપીએટીમાં મત દિઠ ગણતરી પણ કરી શકાશે જેી ભવિષ્યમાં જો વિવાદો ઉઠે તો અરજદારોને મત ગણતરી બાબતની સંપૂર્ણ વિગતો આપી શકાય અને કોઈપણ જાતના પ્રશ્ર્નો રહે નહીં.
સર્વપક્ષીય બેઠકમાં મુખ્ય ચૂંટણી અધિકારીએ વીવીપીએટી મશીનનું ડેમોસ્ટ્રેશન પણ કર્યું હતું અને આ નવા ઈવીએમનો ઉપયોગ કઈ રીતે કરવો તેની વિગતો તમામ પક્ષોના આગેવાનોને આપી હતી. ઈવીએમમાં ચેડા બાબતે ચૂંટણીપંચે તમામ પક્ષોને બે દિવસનો સમય આપ્યો છે અને પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં જે ઈવીએમનો ઉપયોગ યો છે તેને હેક કરવા પડકાર મુકવામાં આવ્યો છે.
બીજી તરફ આગામી ચૂંટણીઓમાં નવા વીવીપીએટી મશીનનો ઉપયોગ કરવામાં આવતા ચૂંટણીની કાર્યવાહી વધુ પારદર્શક બનશે તેવું પણ કહેવામાં આવ્યું છે. કારણ કે મતદારો પાસે કોને મત આપવામાં આવ્યો છે તેના પુરાવા સહિત તેમજ મશીનમાંી મતદીઠ વિગતો પણ મેળવી શકાય તેમ હોવાી વિવાદોનું તાકીદે નિરાકરણ પણ શે.