એક વૃક્ષ પોતાની જીવનકાળ દરમિયાન કેટલો ઓકસીજન આપે છે તેની ગણતરી કેમ કરતાં નથી: વડી અદાલતનો સવાલ
ભારત જ નહિ સમગ્ર વિશ્ર્વમાં પર્યાવરણની બગડતી જતી સંતુલીત સ્થિતિ, વાયુ, પ્રદુષણ, જમીનનું ધોવાણ વન્યજીવોનું માનવ વસાહત પર પ્રતિક્રમણ, ગ્લોબલ વોમીંગ જેવી પ્રાકૃતિક સમસ્યાઓ વધતી જાય છે ત્યારે વિશ્ર્વમાં હવે વૃક્ષોના જતનની સામાજીક જાગૃતિ હવે અનિવાર્ય બની છે. ભારતની વડી અદાલતે ગુરુવારે વૃક્ષોનું જતનના નિર્દેશ આપીને વનરાય કાપીને રસ્તા અને રેલવે ટ્રેડ અને અનેક અન્ય પરિયોજનાઓમાં વૃક્ષોના શ્રોત વાળવામાં આવે છે ત્યારે કોર્ટ સરકારને સુચિત કરી હતી કે હવે ઓકિસજન પ્રદાન કરતો અને વાતાવરણને સજીવન રાખનારા વૃક્ષોનું મહત્વ સમજવાનો હવે સમય આવી ગયો છે.
મુખ્ય ન્યાયપૂર્તિ એસ.એ. બોલડે અને બી.આર.ગોવાઇ અને સૂર્યકાન્તની સંયુકત ખંડપીઠે જણાવ્યું હતું કે કે શા માટે? તંત્ર પર્યાવરણના વળતરના કિસ્સામાં એક વૃક્ષ વાતાવરણમાં કેટલું નથી આ પ્રાણવાયુનું પ્રમાણમાં એક વૃક્ષના જીવનકાળ દરમિયાન કરેલું હોય છે તેની ગણતરી લેવી જોઇએ. એક વૃક્ષ તેના જીવનકાળ દરમિયાન જે ઓકિસજન આપે છે તેની ગણતરી કેમ કરતાં નથી? એક વૃક્ષ પડી જાય ત્યારે તેના ભાગનું ઓકિસજન મળતું બંધ થઇ જાય તો તેની પર્યાવરણને કેટલી ખોટ જાય તેની ગણતરી અને વૃક્ષોના જીવન દરમિયાન મળતા પ્રાણવાયુની કિંમત આંકવી જોઇએ.મુખ્ય ન્યાયમૂર્તિની અઘ્યક્ષતાવાસ આ ખંડપીઠે એ.પી. ડી.આર. એશોશીયેશન ફોર પ્રોટેકશન ફોર ડેમોકેટ્રીક રાઇટ નાની સંસ્થાએ કલકતા હાઇકોર્ટના એ નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકાયો હતો જેમાં પશ્ર્ચિમ બંગાળ સરકારને ગાજીપરા, અશોકનગર, હાવડા-૧, હાવડા-ર, બનગામ અને જેસલ રોડ ઉપર પાંચ રેલવે ઓવરબ્રીજ માટે ૩૫૬ ઝાડવાઓને કાપવાની મંજુરીને પડકાર ફેંકયો હતો. પક્ષકારના વકીલ તરીકે ઉ૫સ્થિત વકીલ પ્રશાંત ભુષણે જણાવ્યું હતું કે આ ૨૫૬ ઝાડવાઓ ૮૦ વર્ષ જુના હેરિટેજ ઝાડવાઓમાં ગણાય છે.
વિજ્ઞાનિકોના મતે છેલ્લા ૫૦ વર્ષમાં ગ્લોબલ વોમિંગ ૭ ડીગ્રી જેટલી વઘ્યું છે. વિકાસની રેસમાં ઉતરેલા માનવીને ગ્લોબલ વોમિંગથી ઝાડવાઓ જ બચાવી શકે છે. રાજય સરકારને આ પ્રોજેકટમાં ફેરફાર કરીને હેરિટેજ ઝાડવાઓ કાપવાથી દુર રહેવું જોઇએ તેમ તેમણે દલીલ કરી હતી. કોર્ટમાં મમતા બેનર્જીના વકીલ તરીકે ઉ૫સ્થિત રહેલા વકીલ એ.એમ. સંધવીએ દલીલ કરી હતી કે આ પાંચય જગ્યાઓ અવરબીજ બનાવવા જરુરી છે. અહીં છેલ્લા ચાર વરસમાં અકસ્માતથી ૭૦૦ મૃત્યુ થાય છે. સરકાર એક વૃક્ષની જગ્યાએ બે વૃક્ષ વાવવાનું આયોજન કરે છે. હવે તેમાં વધારો કરીને પ ગણું વૃક્ષારોપણ કરશે સરકાર સાતમો વૃક્ષો સામે ૧૭૮૦ ઝાડવાઓ વાવશે માનવ જીંદગી વૃક્ષોકરતાં વધારે કિંમતી ગણાય. રેલવે ઓવરબ્રીજ અસંખ્ય માનવ જીંદગી બચાવવા નિમિત બનશે.
મુખ્ય ન્યાયમૂર્તિ બોબડેએ જણાવ્યું હતું કે અમારો અનુભવ રહ્યો છે કે વૃક્ષોના બદલામાં વૃક્ષો વાવવાની બાંહેધરી મોટાભાગે પુરી થતી નથી આ માટે પ્રોજેકટ બદલાવવો જોઇએ સંયુકત ખંડપીઠે ઓવર બ્રીજ માટે ઝાડવાઓના છેદ ન અંગે પ અઠવાડીયામાં રીપોર્ટ આપવા તાકીદ કરી છે.