હાલની કોરોના વૈશ્ર્વિક મહામારીને ઘ્યાનમાં રાખી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જીલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી આરોગ્ય વિભાગની જરુરીયાત મુજબ લીલાવતી અતિથિભવનમાં કોવિડ કેર સેન્ટરની સુવિધા શરુ કરવામાં આવી છે. લીલાવતી અતિથિભવનમાં એટેચ ટોઇલેટ બાથરુમવાળા 73 રુમો, આરોગ્ય સ્ટાફ તેમજ દર્દીઓ માટે ચા-નાસ્તો, ભોજનની નિ:શુલ્ક વ્યવસ્થા પીવા માટે આર.ઓ. પાણી દરેક રુમોમાં ટીવી કેબલ કનેકશન સાથેની વ્યવસ્થા પણ છે. વિશેષમાં સ્થાનિકો માટે પણ કવોરન્ટાઇન થયેલ પરિવાર માટે ટીફીન સેવા પણ શરુ કરવામાં આવી છે. ટીફીન સેવા માટે દિનેશભાઇ મારુ, કેરટેકર નો સંપર્ક કરવો સંપર્ક નંબર  જેમનો સંપર્ક નંબર 94282 14810 છે.

વિશેષમાં આસપાસના વિસ્તારોમાં જરુરીયાતમંદોને ભોજન પણ સ્થાનીક ડોગરેજી મહારાજ અન્નક્ષેત્ર સાથે મળીને વ્યવસ્થા કરી હતી. બહારના રાજયમાંથી આવેલી માછીમારો સ્થાનીક નાના ધંધાર્થીઓને પણ રાશનકીટ આપી ટ્રસ્ટ દ્વારા મદદ કરવામાં આવી હતી.

ટ્રસ્ટી મંડળની સુચના મુજબ હાલની પરિસ્થિતિએ જે પણ મદદ થાય તે કરવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, જીલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી સેવા પુરી પાડશે, હાલની કોવિડની સ્થિતિને ઘ્યાનમાં રાખી સૌની શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવે છે કે બીનજરુરી બહાર ન નીકળવું, સામાજીક અંતર જાળવવું, માસ્ક ફરજીયાત પહેરવું, તેમજ વારંવાર હાથની સફાઇ કરતા રહેવું, સરકારશ્રીની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા વિનતી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.