મિસ કોલ પે મારફતે લોકો પોતાના નાણાકીય વ્યવહારો સરળતાથી કરી શકશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ આપી માન્યતા

ટેકનોલોજીના વિકાસ દિનપ્રતિદિન વધી રહ્યા છે અને નવા ઇનોવેશન ની સાથે રિસર્ચ પણ થતાં જોવા મળે છે આ તકે ભારતમાં વધુ એક એવી પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે જેનાથી લોકો કોઈ પણ તકલીફ વગર નાણાકીય વ્યવહાર કરી શકશે. હાલના તબક્કે ડિજિટલ પેમેન્ટ કરતા લોકોને ઘણી તકલીફ નો સામનો કરવો પડતો હોય છે અથવા તો રોગનો ભોગ બનવું પડતું હોય છે પરંતુ હાલ હવે આંગળીના ટેરવે જો તમે ઇચ્છિત રકમના નાણાકીય વ્યવહાર કરી શકશો. એટલું જ નહીં હવે ડિજિટલ પેમેન્ટ કરવા માટે કોઈ ઇન્ટરનેટ અથવા તો કોઈ માટે ફોન ની જરૂરિયાત રહેશે નહીં માત્ર એક ફોનકોલ ચીજ ડિજિટલ માધ્યમથી નાણાકીય પેમેન્ટ કરી શકાશે.

મિસ કોલ પે એક એવી પદ્ધતિ છે જેનો ઉપયોગ દરેક લોકો નાણાકીય વ્યવહાર કરવા માટે ઉપયોગમાં લઇ શકશે એટલું જ નહીં આ પદ્ધતિ ખૂબ જ સલામતી અને સિક્યોર હોવાના કારણે ફ્રોડના ચાન્સ નહિવત બનતા હોય છે. બીજી તરફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ આ પદ્ધતિ ને માન્ય ઠેરાવી છે અને સુરક્ષિત ગણાવી છે. હાલના સમયમાં શહેરમાં વસતા લોકો મુખ્યત્વે નાણાકીય વ્યવહાર ડિજિટલ માધ્યમથી કરતા હોય છે પરંતુ ગામડામાં વસતા જે લોકો સે તેઓ નાણાકીય વ્યવહાર કેવી રીતે કરી શકે તે પણ સૌથી મોટો પ્રશ્ન હતો ત્યારે આ તમામ મુદ્દાને ધ્યાને લઈ કંપની દ્વારા આ સુવિધા વિકસિત કરવામાં આવેલી છે અને આવનારા સમયમાં આ પદ્ધતિનો વિગતવાર ઉપયોગ કરવામાં આવશે અને લોકો સલામત રૂપથી નાણાકીય વ્યવહારો પણ કરી શકશે.

કંપની દ્વારા હાલ જે પદ્ધતિ અમલી બનાવવામાં આવેલી છે તે માત્ર શહેરમાં વસતા લોકો માટે જ નહીં પરંતુ એ તમામ લોકો કે જેઓ ડિજિટલ પેમેન્ટ થી ખૂબ જ દૂર છે તેમના માટે પણ આ સુવિધા ખૂબ જ ઉપયોગી નીવડશે અત્યારે આશરે 20 કરોડથી વધુ લોકો ડિજિટલ પેમેન્ટ નો લાભ લઇ રહ્યા છે પરંતુ સામે તેમના સાથે નાણાકીય ફ્રોડ થવાના ચાન્સ પણ એટલા જ વધ્યા છે. આ તકે નવી પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે તે અત્યંત કારગત નીવડશે અને લોકોને ખુબજ સરળતા પણ રહેશે. અત્યાર સુધી ડિજિટલ પેમેન્ટ કરવા માટે કોઈપણ એક વ્યક્તિએ સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટની જરૂરીયાત રહેતી હોય છે પરંતુ તે હવે એક સ્વપ્ન પણ બની રહેશે કારણ કે હવે લોકો માત્ર અને માત્ર એક ફોનકોલ થકી જ સમગ્ર નાણાકીય વ્યવહાર ખૂબ સરળતાથી કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.