આઇ.સી.એ.આઇ. ના નવા નિયમ મુજબ હવે ધોરણ ૧૦ના વિઘાર્થીઓ સી.એ. ફાઉન્ડેશન કોર્સ માટે અસ્થાયીરૂપથી નોંધણી કરાવી શકશે
અગાઉથી રજીસ્ટ્રેશનની મંજુરી મળતા ઉમેદવારો ઝડપથી સી.એ.નું સપનું સાકાર કરી શકશે
ચાર્ટર એકાઉન્ટન્ટ બનવા માંગતા વિઘાર્થીઓ માટે સારા સમાચાર છે. ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટસ ઓફ ઇન્ડીયા આઇસીએઆઇના નવા નિયમો અનુસાર હવે, ધોરણ ૧૦ પછી પણ સી.એ.નો પ્રથમ તબકકો એટલે કે ફા૯ન્ડેશન માટે પ્રવેશ મેળવી શકાશે. સી.એ. બનવા ઇચ્છુક વિઘાર્થીઓ હવે, ધોરણ ૧૦ થી જ તેમનુ આ લક્ષ્ય નિશ્ર્ચિત કરી શકશે અને તે માટેની તૈયારી સચોટ રીતે કરી શકશે. જો કે આ પ્રવેશ વિઘાર્થીઓને અસ્થાયી રૂપે મળશે તેમણે આ માટે ધોરણ ૧ર ની બોર્ડની પરીક્ષા પાસ કરવી અનિવાર્ય રહેશે.
આજના ટેકનોલોજીકલ યુગમાં દરેક ક્ષેત્રે ડીજીટલ ક્રાંતિ અણાઇ છે. છેક તબકકે ઓનલાઇન પ્રક્રિયાનો વ્યાપ વધતા આ માટેના નિષ્ણાંતોની જરૂરીયાત પણ વધી છે. તેમાં પણ આવકવેરા વિભાગ અને ગુડસ એન્ડ સર્વિસ વિભાગ જેવા વાણિજીયક ક્ષેત્રે ઓનલાન ગતિવિધી વધતા ઓડીટીંગ પણ ડીજીટલી થતા ચાર્ટડ એકાઉન્ટન્ટની વધુ જરૂરીયાત ઉભી થઇ છે. ત્યારે આઇ.સી.એ.આઇ.ના આ નવા નિયમ આ જરૂરીયાત પુરી કરવા તરફ મદદરુપ થશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી એવું માળખું હતું કે, ધોરણ ૧ર પાસ કર્યા પછી જ ઉમેદવારો સી.એ. માટે પ્રવેશ મળેવી શકતા, માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાયા બાદ મે મહિનામાં સી.એ.ના ફાઉન્ડેશન કોર્સની પરીક્ષા યોજાય છે. આ માળખાથી એવું થતું કે ધોરણ ૧ર ની પરીક્ષા આપેલ વિઘાર્થીઓ માટે ફાઉન્ડેશનની એકઝામ આપવા માત્ર બે મહિનાનો જ સમયગાળો મળતો અથવા નવેમ્બર માસમાં યોજાનારી આગામી પરીક્ષા માટે રાહ જોવી પડતી, પરંતુ આઇસીએઆઇ ના આ નવા માળખાથી હવ, ધોરણ ૧૦ની પરીક્ષા પાસ કર્યા બાદ જ વિઘાર્થીઓ અસ્થાયી ધોરણે નોંધણી કરાવી શકશે. અને તેમના ધોરણ ૧૧ અને ૧ર ના અભ્યાસ દરયિમાન સી.એ.ના ફાઉન્ડેન કોર્સની પણ તૈયારી કરી શકશે અને મે મહિનામાં જ પરીક્ષા આપવી હશે તો પણ આપી શકશે.
આ અંગે આઇસીએઆઇના પ્રમુખ અતુલ કુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે, આ નવી પઘ્ધતિથી પારદર્શકતા આવશે અને ધોરણ ૧૧ અને ૧ર દરમિયાન જ ફાઉન્ડેશન કોર્સની તૈયારી કરવામાં મદદરૂપ થશે. અગાઉથી રજીસ્ટ્રેશનની મંજુરી મળતા વિઘાર્થીઓ ઝડપથી કોર્સ પૂર્ણ કરી સી.એ. બની શકશે. જણાવી દઇએ કે, સી.એ. કોર્સમાં કુલ ત્રણ તબકકા હોય છે. તેમાંનો પ્રથમ તબકકો ફાઉન્ડેશન હોય છે. આ પરીક્ષા વર્ષમાં બે વાર યોજાય છે. મે-જુન અને નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન અતુલ કુમાર ગુપ્તાએ વધુમાં જણાવતાં કહ્યું કે, સી.એ. રેગ્યુલેશન એકટ ૧૯૮૮ ના રપ-ઇ, રપ-એફ અને ર૮-એફમા સંશોધનને તાજેતરમાં સરકારે મંજુરી આપી છે. જે મુજબ નવું માળખું ઘડાયું છે.