હવેથી આધાર કાર્ડને પોતાની પાસે રાખવાની જહેમત ઉઠાવવી નહીં પડે. સરકારે એમઆધાર એપને અપડેટ કરી દીધી છે. રજિસ્ટર્ડ મોબાઇલ પર એપમાં સમય આધારિત ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) જોડી દેવામાં આવ્યો છે. જેના થકી આધારને પોતાના ફોન પર રાખી શકાય છે.

સરકાર લગભગ દરેક જગ્યાઓ પર આધારને જરૂરી બનાવી રહ્યું છે. આધાર કાર્ડ પોતાની પાસે હમેશા રાખવું જરૂરી થઇ ગયું છે. પરંતુ, મોબાઇલ પર ઉપલબ્ધ થયા બાદ આધારને મહેશા પાસે રાખવાની જરૂર નહીં પડે. એપના બેટા વર્જનમાં વસ્તીવિષયક ડેટા ઉપલબ્ધ રહેશે. જેમાં આધારને જે જાણકારી હોય છે, તે મોબાઇલ પર જોવાય છે. સમય આધારિત ઓટીપીમાં હવે ઓટીપીના ડાઉનલોડ થવાની રાહ કરવી પડશે નહીં. આ મોબાઇલ પર હમેશા ઉપલબ્ધ રહેશે.

યુઆઇઇડીએઆઇના સીઇઓ અજય ભૂષ પાંડેયનું કહેવું છે કે, સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલમાં ટીઓટીપને જોડવામાં આવ્યું છે. અત્યારે એમ આધાર એપ એન્ડ્રોઇડ ફોન પર ઉપલબધ્ છે. ઓટીપીને લઇને જે સમસ્યાઓ થઇ રહી છે, તે હવે નહીં થાય. લોકોને એસએમએસ માટે મોબાઇલ નેટવર્ક પર નિર્ભર પણ નહીં રહેવું પડે. મહત્વનું છે કે, રેલવેએ પણ આઠ સપ્ટેમરથી એમ આધારને કાયદેસર ઓળખ માન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.