હવામાન સમાચાર
-
તાપમાન અને વાતાવરણ આગામી પાંચ દિવસ યથાવત
-
24 કલાક બાદ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો નોંધાઇ શકે છે.
ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફૂંકાઇ રહ્યા છે. રાજ્યનું તાપમાન અને વાતાવરણ આગામી પાંચ દિવસ યથાવત રહેશે. લઘુતમ તાપમાન સામાન્ય કરતા 5 ડિગ્રી ઊંચું છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળશે. 24 કલાક બાદ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો નોંધાઇ શકે છે. જેનો અર્થ એ થાય કે, આજથી જ તાપમાનમાં વધારો અનુભવાઇ શકે છે. લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય પરંતુ કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે.
આગામી પાંચમી ફેબ્રુઆરી સુધી હાલ પ્રમાણેનું તાપમાન ઊંચું રહેવાની સંભાવના છે. જોકે, આ પછી સામાન્ય ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. આ સાથે હાલ રાજ્યમાં ઘણાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે અને માવઠા જેવો માહોલ ઉભો થયો છે. જોકે, હાલ અમારા તરફથી કોઈ માવઠાની આગાહી નથી. જેથી ખેડૂતોએ તેનાથી ગભરાવાની જરુર નથી.