૧૫ વર્ષ જૂના વિમાન અને હેલિકોપ્ટર અવાર નવાર ખોટવાઈ જતા હોય તથા મોટો જાળવણી ખર્ચને બચાવવા રાજય સરકારનો નિર્ણય
ગુજરાત સરકારના ૧૫ વર્ષ જૂના વીવીઆઈપી વિમાન અને હેલિકોપ્ટર સમયાંતરે ખોટવાતા રહે છે. જેથી આ બંને સાચવવા માટે થઈ રહેલા ભારે જાળવણી ખર્ચને બચાવવા રાજય સરકારે ૩૨૦ કરોડ રૂા.ના ખર્ચે નવા વિમાન અને હેલિકોપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો છે.
રાજય સરકાર દ્વારા હાલમાં ઉપયોગમાં લેવામાં આવતા જૂના વિમાન અને હેલિકોપ્ટરની જગ્યાએ નવા ફિકસ્ડપીંગ પ્લેન અને હેલિકોપ્ટર વસાવવાનું નકકી કર્યું છે. આ નવા વિમાન અને હેલિકોપ્ટર મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી રાજયપાલ અનેન્ય મહાનુભાવોનાં ઉપયોગમાં લેવાશે.
રાજય સરકાર ૨૦૧૬થી નવા વિમાન અને હેલિકોપ્ટર ખરીદવા પ્રયત્નશીલ છે. પરંતુ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓના અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓને લઈને આ પ્રક્રિયા અટકી ગઈ હતી. વિમાન અને હેલિકોપ્ટર ખરીદવા માટે વૈશ્ર્વિધારણે ટેન્કરો પણ તૈયાર થઈ ગયા હતા. પરંતુ પાછળથી તે કેન્સલ કરવામાં આવ્યા હતા. હવે નવા વિમાનો ખરીદવા માટે ફરીથી આ પ્રસ્તાવ પાસ કરવામાં આવશે. રાજયના નાગરીક ઉડ્ડયન વિભાગએ બંને ખરીદી માટે આ અઠવાડિયામાં જ મંજુરીની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી છે.
સરકારી સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે રાજય સરકારે બે નવા એરક્રાફટ માટે ૨૫૦ કરોડ અને હેલીકોપ્ટર માટે ૭૦ થી ૮૦ કરોડ રૂપીયાની દરખાસ્ત કરવામાં આવી છે.
ગયા વર્ષે હેલીકોપ્ટરની ખરીદીની દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ ખરીદી શકય બની ન હતી હેલીકોપ્ટર અને વિમાન માયે ટુંક સમયમાંજ ટેન્ડર ઈસ્યુ કરવામાં આવશે. નવા ફિસ્કટ વિંગ વિમાનમાં ૧૨ ની બેઠક વ્યવસ્થા છે.
નાગરીક ઉડ્ડયન મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા હશે. અત્યારે રાજય સરકાર દ્વારા ૧૯૯૯માં ખરીદેલ ફિકસર્ડ વિંગ વિમાન અને ૨૦૦૭નું ખરીદેલુ વિમાન વપરાય રહ્યું છે. નાગરીક ઉડ્ડયન વિભાગ દ્વારા નવા વિમાનની ખરીદીની દરખાસ્તના મુખ્ય કારણમાં એવું જણાવવામાં આવ્યું છે કે અત્યારે હેલીકોપ્ટર અને એરક્રાફટની જાળવણી અને રીપેરીંગ ખર્ચ મોટો આવે છે. જરૂર વખતે જયારે હેલીકોપ્ટર અને વિમાન રીપેરીંગમાં રોકાયેલા હોય ત્યારે ખાનગી ધોરણે લેવાતી સેવાઓ અને મેન્ટેનસમાં વર્ષ ૫ કરોડ રૂપીયા વપરાય જાય છે.
૨૦૦૭માં મુખ્યમંત્રીના હેલીકોપ્ટરને આણંદમાં ૨૬મી જાન્યુઆરી સહિત બે વખત આપાતકાલીન ઉતરાણ કરવું પડયું હતુ અત્યારે સર્જતા કારણોસર ભાડાના વિમાનોમાં ઉડવું પડે છે.