સ્માર્ટ ફોન બનાવનાર દક્ષિણ કોરિયાની કંપની LGઇલેક્ટ્રોનિક્સે ભારતમાં પોતાનો એક એવો સ્માર્ટ ફોન લોન્ચ કર્યો છે. LG K7iસ્માર્ટ ફોનની સૌથી મહત્વની ખાસિયત એ છે કે તેમાં મચ્છર લગાડવાની ક્ષમતા છે. કં૫નીએ જણાવ્યુ છે કે ફોન ‘મોસકિટો અવે’ ટેકનોલોજી સાથે આવે છે. LG K7iના પાછળના ભાગમાં એક સ્પિકર આપવામાં આવ્યું છે જે અલ્ટ્રાસોનિક ફ્રિકવન્સી પેદા કરે છે.
કંપનીએ દાવો કર્યો છે કે આ ફોન તેના યુઝર્સ પાસે મચ્છરને આવવા નહિં દે. આ ફોન બજેટ સ્માર્ટફોન છે તે ગુગલના એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ માર્શમેલો 6.0 પર કામ કરે છે. ભારતીય મોબાઇલ કોંગ્રેસના પહેલા દિવસે આ સ્માર્ટફોનને લોન્ચ કરાયો હતો.
આ સ્માર્ટ ફોનમાં ૫ ઇંચની ડિસ્પ્લે છે. LG K7iમાં ક્વોડ કોર પ્રોસેસર અપાયુ છે. ફોનને સ્પીડ આપવા માટે 2 GBની રેમ પણ આપવામાં આવી છે. આ ફોનની ઇન્ટરનલ મેમોરી 16 GBછે. જેને માઇક્રો એસડી કાર્ડથી 64 GB સુધી વધારી શકાય છે. તેમાં 8 mpનો રિયર કેમેરો LEDફ્લેશ સાથે અને સેલ્ફી માટે 5 MPનો ફ્રન્ટ કેમેરો છે. ફોનમાં પાવર બેકઅપ માટે 2500 MAHની બેટરી આપી છે. આ ફોન 4 G વોલેટ અને ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવશે.
ફેમસ કંપની LG ની નજર હવે બજેટ અને મિડરેન્જ સ્માર્ટ ફોન માર્કેટ પર છે. પાછલા બે, મહિનામાં કંપનીએ કેટલીક પ્રોડક્ટ લોન્ચ કરી છે. આ બધી પ્રોડક્ટસ મિડરેન્જમાં જ છે. પહેલા LG Q7 અને LG Q6 + લોન્ચ કર્યા જે ફુલવિઝન ડિસ્પ્લે સાથે આવે છે. હવે LG K7iલોન્ચ કર્યો છે. જે ખૂબ જ સસ્તો છે. તેની કિંમત 7,990રાખવામાં આવી છે.