આજના જમાનામાં જ્યારે સમગ્ર વિશ્વ મોબાઇલ ફોનમાં સિમટી રહ્યું છે, ત્યારે ટીવી કેવી રીતે દૂર રહી શકે!
ટીવી મોટાભાગના ચેનલ્સ એપ્લિકેશન દ્વારા સ્માર્ટફોનમાં પોતાનું સ્થાન નિર્માણ કરી રહ્યું છે, આ સાથે કદમ થી કદમ મિલાવા દૂરદર્શને પણ તેની પાંચ ચેનલ 16 શહેરોમાં મોબાઇલ ફોન પર ઉપલબ્ધ કરી છે.
ડીડી સિગ્નલ મેળવવા માટે વપરાશકર્તાઓને સોફ્ટવેર્સ ડાઉનલોડ કરવાની અને સ્માર્ટફોન અને ડોંગલ પ્લગ કરવાની જરૂર પડશે. “ડીડી ચેનલોને જોવા માટે કોઈ ચાર્જ રહેશે નહીં. ઉપરાંત, સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા બાદ ઇન્ટરનેટની જરૂર નહી પડે. ”
તેમાં ડીડી ન્યૂઝ, ડીડી કિસાન અને ડીડી સ્પોર્ટ્સ ચેનલો પણ સામેલ છે. આ માહિતી પ્રસાર ભારતીએ એક ટ્વીટ દ્વારા આપી છે.
આ ચેનલ દિલ્હી, લખનઉ, જલંધર, મુંબઈ, અહમદાવાદ, ભોપાલ, રાઈપૂર, ઇન્દોર, ઔરંગાબાદ, કોલકાતા, પટણા, રાંચી, ગુવાહાટી, કટક, બેંગલુરુ અને ચેન્નઈમાં ઉપલબ્ધ છે. પ્રસાર ભારતી દુરદર્શન અને ઑલ ઇન્ડિયા રેડીયોનું સંચાલન કરે છે.
દુરદર્શને સ્માર્ટફોન ગ્રાહકોની વધતી સંખ્યા અને મોબાઇલ પર ટીવીના વધતા ક્રેઝને જોતાં આ સેવા શરૂ કરી છે.