અબતક, નવી દિલ્હી
શેર બજાર હવે વધુ ધમધમશે..!!હવે શેરની લે-વેચ માત્ર ૨૪ કલાકની અંદરમાં જ ખાતામાં જમા થઈ જશે. રેગ્યુલેટરી બોડી શેરબજાર નિયામક સેબીએ મોટો નિર્ણય લીધો છે. હવે શેરના વેચાણના રૂપિયા વેપારના ૧ દિવસમાં જ મળી જશે. સેબીએ જઊઇઈં T+1 (વેપાર+૧ દિવસ) તરીકે નવું ફોર્મેટ રજૂ કર્યુ છે. આ નિયમ આગામી જાન્યુઆરીT ૨૦૨૨થી લાગુ થશે. જો કે, આ યોજના વૈકલ્પિક છે. વેપારીઓ ઇચ્છે તો તેને પસંદ કરી શકે છે. અન્યથા T+2 સેટલમેન્ટ સાયકલ ચાલુ રાખી શકે છે.
જણાવી દઈએ કે આ T+2 સેટલમેન્ટ સાયકલમાં શેરની ખરીદી-વેચાણમાં ૨ દિવસ લાગે છે. વેપારના 2 દિવસ પછી પૈસા મળતા. પરંતુ હવે પ્રક્રિયા ટૂંકી બનતા પૈસા ૨૪ કલાકમાં જ મળી જશે. એપ્રિલ ૨૦૦૩થી દેશમાં T+2 સેટલમેન્ટ સાયકલ ચાલી રહી છે. તે પહેલાં દેશમાં T+3ની સાયકલ ચાલી રહી હતી. ભારતમાં તમામ સ્ટોક સેટલમેન્ટ સાયકલ હાલમાં ટ્રેડિંગ દિવસ પછી બે કાર્યકારી દિવસ (T+2)ના આધારે કરવામાં આવે છે. જ્યારે તમે શેર વેચો છો, તે શેર તરત જ બ્લોક થઈ જાય છે અને તમને બે દિવસ પછી પૈસા મળે છે. પરંતુ તમને આ પૈસા હવે એક જ દિવસમાં મળશે.સેબીના નવા પરિપત્ર મુજબ, કોઈપણ શેરબજાર તમામ શેરધારકો માટે કોઈપણ શેર માટે T+1 સેટલમેન્ટ સાયકલ પસંદ કરી શકે છે.
જો કે, સેટલમેન્ટ સાયકલ બદલવા માટે, ઓછામાં ઓછા એક મહિનાની નોટિસ આપવી પડશે. સેબીએ એમ પણ કહ્યું છે કે એક વાર સ્ટોક એક્સચેન્જ કોઈપણ સ્ટોક માટે T+1સેટલમેન્ટ સાયકલ પસંદ કરે તો તેને ઓછામાં ઓછા ૬ મહિના સુધી ચાલુ રાખવું પડશે. આ ઉપરાંત જો સ્ટોક એક્સચેન્જ વચ્ચેથી T+2 સેટલમેન્ટ સાયકલ પસંદ કરવા ઇચ્છે તો તેને એક મહિના અગાઉથી નોટિસ આપવી પડશે. સેબીએ સ્પષ્ટ કર્યું છે કે T+1 અને T+2 વચ્ચે કોઈ ભેદ રહેશે નહીં. અને તે સ્ટોક એક્સચેન્જમાં થતા તમામ વ્યવહારો પર લાગુ થશે.
જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી સેબીમાં સેટલમેન્ટ સાયકલને ટૂંકી કરવા માટે અનેક અરજીઓ આવી હતી. તેના આધારે સેબી દ્વારા આ નવો નિયમ તૈયાર કરવામાં આવ્યો છે. સેબીએ એમ પણ કહ્યું છે કે T+1 અને T+૨ સમાધાન વચ્ચે કોઈ મીટિંગની મંજૂરી આપવામાં આવશે નહીં. સ્ટોક એક્સચેન્જો, ક્લિયરિંગ કોર્પોરેશનો અને ડિપોઝિટરોને વૈકલ્પિક ધોરણે T+1 સેટલમેન્ટ સાયકલના સરળ અમલીકરણ માટે યોગ્ય સિસ્ટમ અને પ્રક્રિયાઓ મૂકવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. જેમાં જરૂરી ફેરફારનો સમાવેશ થાય છે.