રૂ૨૦૦ જેટલી એકટીવેશન ફી સાથે સેટટોપ બોકસની લ્હાણી

તામિલનાડુ સરકારે પોતાના રાજયમાં ટી.વી. કેબલ ધારકો માટે ફ્રી સેટટોપ બોકસનું વિતરણ કર્યુ હતું જે અત્યાર સુધીમાં ભારતમાં પ્રથમ વખત નોંધાયું છે. જેના કાર્યક્રમનું ઉદઘાટન તામિલનાડુના ચીફ મીનીસ્ટર કે પલેનીસ્વામીએ કર્યુ હતું. સાથે તેમણે એમપીઇજી ૪ થી અપગ્રેટેડ ક્ધટ્રોલ ‚મનું પણ ઉદધાટન કર્યુ હતું. અંદાજે ૭૦ લાખ સબ્સક્રાઇબર્સ તામિલનાડુ રાજય ધરાવે છે. તો (ટીએસી ટીવી) કેબલ કંપનીએ પોતાની ચેનલોનો વિસ્તાર કક્ષ ૧૮૦ ચેનલ ડિજીટલ કવોલીટી રૂ ૧૨૫ લેખે મહિના માટે તેઓ સર્વિસ આપતા હતા.તો કેન્દ્ર સરકારે તામિલનાડુ સરકારને ડીજીટલ સિસ્ટમનું લાયસન્સ અપાવ્યું જેના માટે જયાલલીતાએ ઘણાં વર્ષોથી અરજી કરી હતી જે હાલ ચુંટણી આવતાની સાથે જ સફળ થઇ ગઇ હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ સેટટોપ બોકસ હાલ ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. ત્યારે લોકોએ તેના કેબલ ઓપરેટરો પાસેથી ‚રૂ ૨૦૦ જેટલી એક જ વારની એકટીવેશન ફી ચુકવી મેળવ્યા હતા. તો ગ્રાહકોને તેમાં પણ વિકલ્પો આપવામાં આવ્યા હતા. જેમાં ફી ચેનલો તેમજ સબ્સક્રાઇબ પેઇડ ચેનલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ‚ રૂ ૧૨૫ માં પૂર્વ ૧૮૦ ચેનલો આપવામાં આવતી હતી. તેને હવે ‚ રૂ ૧૭૫ માં ૨૩૦ ચેનલો, ‚ રૂ ૨૨૫ માં ૨૬૦ ચેનલો અને ‚ રૂ ૨૭૫ માં ૩૦૦ ચેનલો આપવામાં આવ્યું હતું. જેના માટે સેટટોપ બોકસ ફકત ‚રૂ ૨૦૦ ની કિંમતમાં આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.