કયાં ‘જજમેન્ટ સીટ ઓફ વિક્રમાદિત્ય’ અને ‘જહાંગીરના ન્યાય’નો જમાનો અને કયાં બંધારણના સ્વરુપને ઉચેદતો આજનો જમાનો!
મતિભ્રષ્ટતાએ આપણા દેશમાં કલ્પનામાં ન આવે એટલે હદે માઝા મૂકી છે. રાજકારણનો ગંદવાડ બેકાબુ વધતો રહ્યો છે. ‘ગાય’ ને ‘રાષ્ટ્રીય પશુ’ અને ભગવદ ગીતા ને ‘રાષ્ટ્રીય ગ્રન્થ’ તરીકેનો દરજજો આપવાની વાતો કરતા શબ્દ ભંભોટિયા રાજકીય મહારથીઓ દેશના સૌથી વધુમાં વધુ પવિત્ર અને અણમોલ ગણાતા ‘બંધારણ’ના સ્વરુપને ડગલે ને પગલે ઉવેખવાની ચેષ્ટા કરી રહ્યા છે. એને ‘ગુનાહિત કૃત્ય’ નહિ તો બીજું શું કહેવું?
એક ચોંકાવનારા અહેવાલ મુજબ હવે મતિભ્રષ્ટતા ન્યાયની દેવીનાં વસ્ત્રછહરણ સુધી પહોંચી છે અને મહાભારતના દેશકાળના દુર્યોધનો-દુ:શાસનો હજુ મર્યા નથી એવી બળતરા અભિવ્યકત થઇ છે.આને લગતા સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ રંજન ગોગાઇ ની સામે જાતિય શોષણના આરોપને કાવતરા ગણાવનાર વકીલ ઉત્સવ બેન્સના દાવામાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું છે કે, નિવૃત જજ એકે પટનાયક દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવશે.
દિલ્હીના પોલીસ કમિશ્નર, સીબીઆઇ નિર્દેશક અને આઇબી ચીફ પાસેથી સહકાર કરવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા મામલાની સુનાવણી કરી રહેલી જસ્ટિસ અરુણા મિશ્રા, જસ્ટિસ આરએફ નરિમન અને જસ્ટિસ દિપક ગુપ્તાની બેંચે કહ્યું હતું કે, અમે હંમેશા સાંભળીને છીએ કે બેંચ ફિકિંસગ થઇ રહી છે. આ બાબત હંમેશા માટે બંધ થવી જોઇએ. બેચે કહ્યું હતું કે અમે જજ તરીકે ખુબ ચિતિત છીએ.
જસ્ટિસ અરુણ મિશ્રાએ તો અહીં સુધી દીધું હતું કે, અમીર અને પ્રભુત્વ ધરાવતા લોકો કોર્ટને મની પાવર મારફતે ચલાવવા માંગે છે. બેચે ચેતવણી આપતાં કહ્યું હતું કે, આગ સાથે રમવાની સ્થિતિમાં આંગણી દાઝી શકે છે. વકીલ ઉત્સવે ટોચની કોર્ટમાં એકે એફિડેવિટ દાખલ કરીને દાવો કર્યો હતો કે, ચીફ જસ્ટિસ ઉપર આક્ષેપો એક મોટા કાવતરાના હિસ્સા તરીકે છે. વકીલે પોતાની એફિડેવિટમાં દાવો કર્યો હતો કે જસ્ટિસ રંજન ગોગોઇની સામે જાતિય શોષણના આરોપ કાવતરાના ભાગરુપે છે.
વકીલે એવો દાવો પણ કર્યો તો કે, તેમની પાસે આના પુરાવા પણ રહેલા છે. વકીલ બેન્સે એફિડેવિટમાં મુકવામાં આવેલા આક્ષેપોની તપાસને લઇને ઉંડી તપાસ શરુ કરી દીધી છે. ખુબ જ ગુસ્સામાં જસ્ટિસ અરુણા મિશ્રાએ કહ્યું હતું કે, લોકો જાણતા નથી કે આગ સાથે રમત રમી શકાય નહીં. હવે અમે શાંત બેસીશું નહી શકિતશાળી લોકો કોર્ટને પોતાની રીતે ચલાવવા માંગે છે. છેલ્લા ચાર વર્ષથી સુપ્રીમ કોર્ટમાં જે ચાલી રહ્યું છે. જે પ્રકારની આક્ષેપો થઇ રહ્યા ચીફ જસ્ટિસ (સીએચ) રંજન ગોગોઇ પર યૌન શોષણ કેસની તપાસ કરનારી પેનલમાંથી જસ્ટિસ એનવી રમનાએ પોતાને અલગ કરી દીધા છે.
ગુરુવારે આ કેસ સાથે જોડાયેલા બેંચ ફિકિંસગ મામલે સ્પેશિયલ બેંચે એક મહત્વનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેની તપાસ રિટાયર્ડ જસ્ટિસ એેકે પટનાયકની આગેવાની માં કરવામાં આવશે. કોર્ટે સીબીઆઇ ડાયરેકટર અને આઇબી ચીફને જસ્ટિસ પટયનાયકને સહયોગ કરવા નિર્દેશ પણ આપ્યાં છે. સ્પેશિયલ બેંચી વકીલ ઉત્સવ બેંચના દાવાની સુનાવણી કરે છે. બેસનું કહેવું છે કે સી.જે.આઇ વિરુઘ્ધ ષડતંત્ર અંતર્ગત આરોપ લાગવવામાં આવ્યા છે. જેમાં એક મોટું કોર્પોરેટ હાઉસ ણ સામેલ છે.
જસ્ટિસ અરુણ મિશ્રાની અઘ્યક્ષતામાં કેસની સુનાવણી કરી રહેલી ત્રણ જજની સ્પેશિયલ બેંધની સામે બેંસે ગુરુવારે બીજી એફિડેવીટ કરી જેને જોયા બાદ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે અમે હંમેશા સાંભળીએ છીએ કકે કોર્ટમાં બેંચ ફિકિંસગ થાય છે, જે કોઇપણ કાળે બંધ થવુ જોઇએ. ગત ૩-૫ વર્ષથી જે રીતે આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. તેનાથી તો આ સંસ્થા ખતમ થઇ જશે અમીર અને શકિતશાળી લોકો વિચારે છે કે તેઓ રિમોટ કંટ્રોલથી કોર્ટે ચલાવશે. તેઓ આગથી ખેલી રહ્યા છે. અમે ફિકિંસગનું ષડતંત્ર કરનારાઓને જેલ મોકલીશું સુપ્રીમ કોર્ટના ૪ – પ ટકા વકીલ મહાન સંસ્થાનું નામ ખરાબ કરી રહ્યાં છે. બેંચ ફિકિંસગનો મામલો ગંભીર છે. અને તેની તપાસ થશે.
આ ગંભીર લેખાતો મામલો હવે પછી કયાં જઇને અટકશે તે કહેવું આસાન નથી. છતાં એવી દહેશત તો જાગે જ છે કે, હમણાં સુધી અનેક ટીકા ટિપ્પણો છતાં ન્યાયતંત્રની તટસ્થતામાં આ દેશની પ્રજાને જે વિશ્વાસ અને ભરોસો હતા તેને આંચકો લાગશે અને ન્યાયતંત્રને પણ હવે મતિભ્રષ્ટતાનાં ડંખ લાગી ચૂકયાનો ગણગણાટ તેમના હ્રદય-મનમાં થવા લાગશે.
રાજકારણીઓ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી શકશે. અત્યારે ભ્રષ્ટાચારમાં ભારતનો અવ્વલ નંબર છે એવી ટીકા વચ્ચે ટીકાકારો એવું કહેવા લાગશે કે ભારતમાં ભ્રષ્ટાચારમ) હવે ન્યાયતંત્ર પણ મુકત નથી. શ્રીમંતો, લાગવગિયાઓ અને માથાભારે પરિબળો શામ, દામ, દંડ અને ભેદ વડે (એટલે કે, દુર્યોધન – દુ:ખશાસનના સ્વાંગ ધરીને)
એક જમાનામાં સાચા અને પવિત્ર ન્યાય માટે ‘જજમેન્ટ સીટ ઓફ વિક્રમાદિત્ ’ નો આધાર લેવાતો હતો. મોગલ બાદશાહ જહાંગીરના રાજ વખતે તેઓ પ્રજાની ફરીયાદ ચોવીસેય કલાક પોતે સાંભળી શકે અને સવેળા ન્યાય આપી શકે એ માટે તેમના શાહી મહેલના દરવાજે એક ‘ઘંટ’ ગોઠવવામાં આવ્યો હતો.
કોઇપણ પ્રજાજન ગરીબ કે અમીર એ ઘંટને વગાડી શકતા હતા અને નિર્ભય પણે વિશુઘ્ધ ન્યાય મેળવી શકતા હતા.આપણા વર્તમાન ઢાંચાના ન્યાયતંત્રમાં બંધારણ અનુસાર ન્યાય મેળવી શકાશે ખરો, એવો સવાલ ઊઠે છે જો ‘હા’ તો શુકન અને જો ‘ના’ તો અપશુકન લેખાશે જે આખા દેશમાં ભાવિને અંધકારમય બનાવ્યા વિના નહિ રહે! ન્યાયતંત્ર બંધારણ અનુસાર તેનો ધર્મ બજાવે એમ કોણ નહિ ઇચ્છે ?