સ્મશાન લાકડા કૌભાડ અંગે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાનું નિવેદન

છેલ્લી કક્ષા નો ભ્રષ્ટાચાર.. વર્ષોથી મહાપાલિકાનું ભ્રષ્ટ તંત્ર આ પ્રકારે બધું જ ઓહિયા કરી જઈ રહ્યું છે

અંતિમ સંસ્કાર માટેના સ્મશાનમાં મોકલવાના લાકડા જે લોકો ખાઈ જાય એ કઈ કક્ષાએ પહોંચી શકે છે. રસ્તામાં ભ્રષ્ટાચાર બાંધકામમાં ભ્રષ્ટાચાર ને હવે તો સમશાનની અંદર મોકલવાના લાકડા માં પણ ભ્રષ્ટાચાર. ગરીબમાં ગરીબ માણસ પણ સ્મશાનનું ખાતો નથી પરંતુ આ ભ્રષ્ટ તંત્ર સ્મશાન ને પણ છોડવા તૈયાર નથી.

રાજકોટમાં સ્મશાનમાં મોકલાતા લાકડાને પણ કૌભાંડીઓએ છોડ્યા નથી. સ્મશાને લાકડા મોકલ્યા હોવાનું લખીને કૌભાંડીઓએ પોતાના ખિસ્સા ભરવાનું કામ કર્યું હોવાનું સામે આવ્યું છે.

કૌભાંડીઓએ વરસાદમાં ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડાનું બારોબાર વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. કૌભાંડીઓએ RMCના ગાર્ડન શાખાના ચોપડે લાડકા સ્મશાનમાં મોકલવાનું લખી બારોબાર વેચાણ કરી દીધું છે. ત્યારે સ્મશાન સંચાલકે સ્મશાનમાં લાકડા ન પહોંચ્યા હોવાનો દાવો કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે.

સ્મશાન સંચાલક સંજય વઘાસીયાએ આક્ષેપ લગાવ્યો છે કે ગાર્ડન શાખાએ લાકડાનું બહાર વેચાણ કર્યું છે. સંજય વઘાસીયાએ કહ્યું કે ગાર્ડન શાખાએ લાકડાની 32 ગાડી સ્મશાનમાં મોકલી હોવાનું ચોપડે નોંધ્યું. પરંતુ સ્મશાનમાં 50% લાકડા પણ નથી પહોંચ્યા. સ્મશાન સંચાલક સંજય વઘાસીયાએ જણાવ્યું કે ગાર્ડન શાખાએ મોકલેલા લાકડા બાપુનગર, મવડી, નાના મૌવા, રૈયા ગામ સ્મશાન, પોપટપરા સ્મશાનમાં પહોંચ્યા નથી.

જો સ્મશાને લાકડા નથી પહોંચ્યા તો સ્મશાનના લાકડા ક્યાં ગયાં તે મોટો પ્રશ્ન છે. ત્યારે સામે આવ્યું છે કે વરસાદમાં ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડા બારોબાર વેંચી માર્યા! સંજય વઘાસીયાએ એવો પણ દાવો કર્યો છે કે બાપુનગર સ્મશાનમાં તો લાકડાની એક પણ ગાડી આવી નથી. જ્યારે કૉર્પોરેશન દ્વારા 3 ટ્રેકટર ભરીને લાકડા મોકલ્યાં હોવાનું નોંધવામાં આવ્યું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.