વર્ષે ૮-૧૦ લોન્ચના બદલે ર૦ રોકેટ ઉડાડવાનો ઇસરોનો લક્ષ્યાંક
ઇસરો ખાનગી કંપનીઓ સાથે મળીને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી માફરતે રોકેટોનું નિર્માણ કરવા માગે છે. આંતરરાષ્ટ્રીય સેમીનારમાં ઇસરોના ચેરમેન એ.એસ.કિરન કુમારે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં ખાનગી વાહનો બનાવવાનો તેમનો લક્ષ્યાંક છે, ત્યાર સુધી ઇસરો માત્ર પોલાસ સેટેલાઇટ વાહનો જ લોન્ચ કરશો. છેલ્લા ૧ દસકામાં ઇસરો ૩૯ સફળ મિશન કરી ચુકયા છે. હાલ ચીન સેટેલાટ નિર્માણનો ખર્ચ ઘટાડવાની તૈયારીઓ કરી રહ્યું છે.પરંતુ ભારતમાં યુનિટ રીતે કાર્ય કરવામાં આવશે. હાલ ધુરી પર ભારતની ૪ર સેટેલાઇટો છે જેનો હેતુ પૃથ્વીની દેખરેખ નીવીગેશન અને કમ્યુનિકેશનો છે હાલ વર્ષમાં ઇસરો ૮ થી ૧૦ રોકેટો લોન્ચ કરે છે. તેનો લક્ષ્યાંક ર૦ રોકોટ પ્રતિ વર્ષ કરવાનો છે. તો આગામી પ વર્ષોમાં તેઓ ૬૦ સેટેલાઇટો ઉડાડવાની યોજના ધરાવી રહ્યા છે. આ સહિત તેઓ લોન્ચપેડની ક્ષમતાઓ પર વધારવા માંગે છે.કિરન કુમારે જણાવ્યું હતું કે તેમની નેવીગેશન સેટેલાઇટ ૧આરએનએસએસ-આઇ.એચ. નું પરિક્ષણ અસફળ રહ્યું હતું પરંતુ ત્યારબાદ તેમા સુરક્ષા પરિધાનો જોડી પરિક્ષણ સફળ કરાયું હતું ઇસરો હજુ વધુ લોન્ચીંગ વધારવા માગે છે અમે ભારતનો ઝંડો વિશ્ર્વવ્યાપે વધારવા માંગીએ છીએ.