Rajkot : ગીરના સિંહો આપણી શાન છે. દેશ-વિદેશમાંથી આવતા લોકો ગીરના સિંહો જોવા માટે આવે છે. તેમજ દુર દુરથી આવતા લોકોને હવે સિંહોને જોવા માટે સાસણ કે દેવળિયા પાર્ક જવું પડશે નહીં. કારણ કે, રાજકોટમાં હવે લાયન સફારી પાર્કને મંજુરી મળી ગઈ છે. જેથી આગામી ટુંક સમયમાં રાજકોટ સહિત આસપાસના વિસ્તારોના લોકોને લાયન સફારી પાર્કની ભેટ મળશે.

રાજકોટવાસીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજકોટ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક થઈ હતી. ત્યારે આ બેઠકમાં 119 કરોડથી વધુના કામને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી અંતર્ગત હવે રાજકોટમાં પણ  સિંહ સફારી પાર્ક બનશે.

lion

રાજકોટમાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 119 કરોડથી વધુના કામને મંજૂરી અપાઈ છે. તેમજ રાજકોટવાસીઓ માટે ફરવાનું નવું સ્થળ સિંહ સફારી પાર્ક બનાવાશે. મલ્ટી માહિતી મુજબ રાજકોટના પ્રદ્યુમન પાર્ક પાસે 29 હેક્ટર વિસ્તારમાં સિંહ સફારી પાર્ક ઉભું કરાશે. આ સિંહ સફારી પાર્ક આગામી દોઢથી 2 વર્ષમાં ઉભું કરાશે. તેમજ આ બેઠકમાં સફાઇ કામદરોની નિવૃતિ, રોડ રસ્તાના કામ અંગે પણ નિર્ણય કરાયા છે.

ટૂંક સમયમાં કામ શરૂ કરાશે

lion1

નવું નજરાણું સિંહ દર્શન માટે સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે. પ્રદ્યુમન પાર્ક પાસે 29 હેક્ટર વિસ્તારમાં ગેટ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સાથે વિગતો મુજબ કરોડો રૂપિયાના ખર્ચે 2 વર્ષની અંદર કામ પૂર્ણ કરવામાં આવશે. તેમજ મહત્વનું છે એક, દેવળીયા અને અન્ય સ્થળે સિંહ દર્શન થાય છે તે મુજબ આ સફારી પાર્ક કાર્યરત થવાનું છે. તેમજ આગામી દિવસોમાં 119 કરોડથી વધુની રકમ વિકાસના કામો માટે આજે મંજૂર કરવામાં આવ્યા છે.

સફાઈ કામદારો માટે પણ મોટો નિર્ણય

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સફાઇ કામદારો માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ નિવૃત્તિ માટે મેડિકલ સર્ટી જરૂરી નથી તેવી માંગણી તે પણ મંજૂર કરી છે. તેમજ આ નિર્ણયથી વારસાઈ નોકરી માટેનો રસ્તો ખુલી જશે. આ સાથે રોડ રસ્તાના કામો હાલ થઈ રહ્યા છે, જે ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.