રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર વિશેષ ભાર મૂકતા સંરક્ષણ મંત્રી
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નવી દિલ્હીમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત ફરિયાદ વ્યવસ્થાપન એપ્લીકેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ એપ્લીકેશન સંરક્ષણ મંત્રાલયે IIT કાનપુરની મદદથી તૈયાર કરી છે. આ પ્રસંગે કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડો.જિતેન્દ્રસિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ફરિયાદ નિવારણમાં સુધારા માટે વિકસાવવામાં આવેલી સૌથી પહેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રણાલી છે. આ પહેલ અંતર્ગત વિકાસવવામાં આવેલા AI ટૂલમાં ફરિયાદમાં લખેલી બાબતોના આધારે ફરિયાદને સમજવાની ક્ષમતા છે. પરિણામે તે ઉલ્લેખ કરવામાં આવેલી ફરિયાદો અથવા સ્પામાની ઓળખ આપ મેળે જ કરી શકે છે.
ફરિયાદની અર્થના આધારે તે વિવિધ શ્રેણીઓની ફરિયાદોને વર્ગીકૃત કરી શકે છે, આ એક શ્રેણીમાં ફરિયાદોના ભૌગોલિક વિશ્ર્લેષણની સુવિધા પૂરી પાડે છે જેમાં એવું વિશ્ર્લેષણ પણ સામેલ છે કે ફરિયાદના સંબંધિત કાર્યાલય દ્વારા યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો છે કે નહીં. સરળ અને ઉપયોગકર્તાઓ માટે અનુકૂળ સર્ચ કરવાની સુવિધા આ એપ્લીકેશનનો ઉપયોગ કરનારાઓને વ્યવસ્થાપનની આવશ્યકતાઓના આધારે પૂછવામાં આવેલા પ્રશ્નના આધારે પોતાના પ્રશ્નો/શ્રેણીઓ તૈયાર કરવા અને પ્રશ્નોના આધારે પરફોર્મન્સનું પરિણામ પ્રાપ્ત કરવા પણ સક્ષમ બનાવે છે.
પ્રશાસનિક સુધારા અને લોક ફરિયાદ વિભાગ (DARPG)ના CPGRAMS પોર્ટલ પર લાખો ફરિયાદો પ્રાપ્ત થાય છે તે બાબતને ધ્યાનમાં રાખીને, ફરિયાદોની પ્રકૃતિ સમજવા માટે તેમજ જ્યાંથી આ ફરિયાદો આવી રહી છે તે સ્થાનોના સમજવામાં આ એપ્લીકેશન ખૂબ જ ઉપયોગી નીવડશે તેમજ આ ફરિયાદોના નિવારણ માટે પધ્ધતિસભર સુધારા બનાવવા માટે લાવી શકાય તેવા નીતીગત ફેરફારો કરવા માટે પણ તેનો ઉપયોગ થઇ શકે છે.
આ પ્રસંગે સંબોધન આપતા સંરક્ષણ મંત્રીએ એપ્લીકેશનને સુશાસનનું પરિણામ ગણાવી હતી જે સરકાર અને શિક્ષણવિદો વચ્ચે વધી રહેલો તાલમેલ દર્શાવે છે.સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એપ્લીકેશન લોકોની ફરિયાદોને સ્વયંચાલિત રીતે જોઇને તેનું વિશ્ર્લેષણ કરશે અને માનવીય હસ્તક્ષેપ વગર કામ કરશે, સમય બચાવશે તેમજ તેના દ્વારા આપવામા આવેલા ઉકેલોમાં વધારે પારદર્શિતા પણ હશે.
વેબ આધારિત એપ્લીકેશનને સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ વિભાગ પ્રશાસનિય સુધારા અને લોક ફરિયાદ વિભાગ અને IIT કાનપુરની એક ટીમ કે જેમાં પ્રોફેસર શલભ, નિશીથ શ્રીવાસ્તવ અને પીયુષ રાય સામેલ છે. તેમના દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવી છે.
આ એપ્લિકેશનના પ્રારંભ પ્રસંગે સંરક્ષણ સચિવ ડો. અજય કુમાર, DARPGના અધિક સચિવ વી. શ્રી નિવાસ, સંરક્ષણ મંત્રાલયના અધિક સચિવ નિવેદિતા શુક્લા વર્મા, IIT કાનપુરના નિર્દેશક પ્રોફેસર અભય કરંદીકર અને સંરક્ષણ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉ5સ્થિત રહ્યાં હતાં.