મજૂરીકામ કરતા રાશનકાર્ડ ધારકોની થથમ્બ પ્રિન્ટ ન આવતી હોવાથી તેઓને રાશનના જથ્થાથી વંચિત રહેવું પડતું હતું
મજૂરી કામ કરતા હોય તેમજ વૃદ્ધાવસમાં હોય તેવા રાશનકાર્ડ ધારકોની થમ્બ પ્રિન્ટ ન આવતી હોવાી તેઓને રાશનના જથ્થાથી વંચિત રહેવું પડતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. જેના પગલે સસ્તા અનાજના દુકાનદારોના એસો.એ હાઈકોર્ટમાં રીટ દાખલ કરતા હાઈકોર્ટે આધારકાર્ડને ફરજિયાત પુરાવો ગણવાની નોટિસ ઉપર સ્ટે મુકી દીધો છે જેથી હવે આધારકાર્ડ સીવાયના ૧૦ માન્ય પુરાવામાંથી કોઈપણ એક પુરાવાના આધારે રેશનીંગ દુકાનદારો રાશનકાર્ડ ધારકોને માલ આપી શકશે. આમ હાઈકોર્ટના આ નિર્ણયથી થમ્બ પ્રિન્ટની પળોજણમાંથી રાશનકાર્ડ ધારકો તેમજ રેશનીંગ દુકાનદારોને મુક્તિ મળી છે. ગરીબોને આપવા પાત્ર રાશન અને કેરોસીનના જથ્થાના વિતરણમાં હવેી આધારકાર્ડ કે રાશનકાર્ડનું લીંકઅપ નહીં હોય તેમજ અંગુઠાનું મેવીંગ સર્વરમાં તું ન હોય તો પણ મેન્યુઅલી રજીસ્ટરમાં નોંધ કરી આધારકાર્ડ સીવાયના અન્ય ૧૦ પુરાવાઓ પૈકી કોઈ એક પુરાવાના આધારે દુકાનદારો રાશનનો જથ્થો રાશનકાર્ડ ધારકને આપી શકશે. આ જથ્થો વિતરણ કરાયા બાદ પુરવઠા દ્વારા ખોટી તપાસ કે હેરાનગતિ કરવામાં આવશે નહીં. છેલ્લા ઘણા સમયી સર્વરમાં અવાર-નવાર ધાંધીયા સર્જાતા હતા ઉપરાંત થમ્બ પ્રિન્ટીંગ પણ બરોબર આવતું ન હોય. મજૂર વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. રાશનકાર્ડ ધારકો અનેક ધકકા ખાતા પરંત થમ્બ પ્રિન્ટીંગ ન આવવાી તેઓને રાશનનો જથ્થો મળી શકતો નહીં.
આ મામલે ગુજરાત રાજ્યના સસ્તા અનાજના દુકાનદારોના એસો.એ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જેના પગલે હાઈકોર્ટે આધારકાર્ડ ફરજીયાત ગણવાની નોટિસ ઉપર સ્ટે મુકી દીધો છે જેથી હવે રાશનનો જથ્થો માત્ર આધારકાર્ડના પુરાવા ઉપર જ મળી શકે તેવો નિયમ હટાવી દેવામાં આવશે. ઉપરાંત છેલ્લા ઘણા સમયી સર્જાતા થમ્બ પ્રિન્ટના ધાંધીયાી પણ રાહત મળશે. હાઈકોર્ટે નોટિસ ઉપર સ્ટે મુકતા હવે કોઈપણ સસ્તા અનાજના દુકાનદારો તેમના ગ્રાહકોને આધારકાર્ડ સિવાયના ૧૦ પુરાવા પૈકી કોઈ એક પુરાવાની નકલ ઉપર રાશનનો જથ્થો આપી શકશે.
પુરવઠાની જડ નીતિ સામે સસ્તા અનાજના દુકાનદારોના એસો.એ હાઈકોર્ટમાં રીટ દાખલ કરતા આધારકાર્ડને ફરજિયાત પુરાવો ગણવાની નોટિસ ઉપર હાઈકોર્ટે સ્ટે મુક્યો