દૂરસંચાર નિયામક ટ્રાઇએ ઇન્ટર કનેક્શન ઉપયોગ શુલ્કને 14 પૈસા ઘટાડીને 6 પૈસા પ્રતિ મિનિટ કરી દીધું છે. આઇયૂસી એ શુલ્ક છે જે કોઈ દૂરસંચાર કંપની પોતના નેટવર્કથી બીજી કંપનીના નેટવર્ક પર કોલ કરવા માટે બીજી કંપનીને આપે છે.
6 પૈસા પ્રતિ મિનિટનો નવો ટર્મિનેશન શુલ્ક 1 ઓક્ટોબર 2017થી લાગુ થશે અને 1 જાન્યુઆરી 2020માં તેને સમાપ્ત કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આઇયૂસીને લઇને હાલમાં જ ઘણ વિવાદ ચાલી રહ્યો છે. અને તેમાં કાપનો ટ્રાઇનો આજનો નિર્ણય ભારતી એરટલે જેવી મુખ્ય દૂરસંચાર કંપનીઓના વલણથી વિપરિત છે. જો તેમાં વધારાની માંગ કરી રહી હતી.
એક અન્ય નિયામકે દૂરસંચાર ક્ષેત્રમાં વેપારી સુગમતાને વધારવા માટે એક પરામર્શ પત્ર પણ જાહેર કર્યો છે. આ પરિપત્રમાં સમયબદ્ધ મંજૂરીઓ, શુલ્કને યુક્તિ સંગત બનાવવા તથા દંડનો પ્રસ્તાવ છે.