હાલના સૂત્રો મુજબ હવે એરપોર્ટ જેવી સુવિધા ધરાવતુ ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનએ ૨૦૧૭-૨૦૧૮માં ૪૫૦ સ્ટેશનો પર ૧,૧૦૦ જેટલી વેન્ડિંગ મશીન સ્થાપીત કરવાની યોજના બનાવી છે. જેથી સમગ્ર દેશના રેલ સરહદમાં ઓછા ખર્ચે સ્વચ્છ પીવના પાણીની ખાતરી કરવામાં આવશે.
તેમજ આ મશીનો દ્વારા વિતરીત ૩૦૦ મિલિગ્રામ પાણીનો ગ્લાસ માત્ર રૂ ૧ની કિંમતમાં મળશે.
તેમજ આ પ્રોજેક્ટ ૨૦૧૫માં શરૂ કરવામાં આવ્યો હતો જે પીવાના પાણીને નજીવો દર પૂરા પાડવાનો હેતુ ધરાવે છે. તેમજ અડધો લીટર પાણીનો ગ્લાસ ૩રૂપીયા ,એક લિટર ૫ રૂપિયા, અને
બે લિટર રૂ૮ અને રૂ૨૦ આપવામાં આવશે.
ઉપરાંત ટ્વીટરની શ્રેણીમાં રેલ્વે મંત્રાલયએ આજે જણાવ્યું હતું કે વોટર વેન્ડીંગ મશીનો ઓછી કિંમતે શુધ્ધ પીવાનું પાણી પુરૂ પાડશે અને આ પહેલથી આશરે ૨૦૦૦ લોકો માટે રોજગારની તકો ઉભી કરવામાં મદદરૂપ નીવડશે.