ર૧મી સદીના વિશ્ર્વમાં સતત પણે પ્રીન્ટીંગ ટેકનોલોજીના વિકાસની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રીન્ટરની ટેકનોલોજીના સંશોધન આવિસ્કારની વિજ્ઞાનીકોની સતત કવાયતના પરિપાક રુપે પ્રીન્ટીંગની દુનિયામાં હવે બાલથી પણ બારિક ચીજવસ્તુઓના કાગળ પરની ઇમેજ માટે થ્રીડી હોલોગ્રામની ટેકનોલોજી દ્વારા ઉચ્ચકક્ષાની ઇમેજ આપતી થ્રીડી હોલોગ્રામ ની ટેકનોલોજી દ્વારા ઉચ્ચકક્ષાની ઇમેજ આપતી થ્રીડી હોલોગ્રામ અને આબેહુબ અસલ નરી આંખે દેખાતા નજારો જેવા કે પ્રિન્ટીંગ સીનનું દ્રશ્ય પ્રિન્ટ કરવાની ટેકનોલોજી સાકાર કરવામાં વિજ્ઞાનિકોને સફળતા મળી છે.
પ્રિન્ટીંગ ટેકનોલોજીના અપગ્રેશન માટે સતત કાર્યરત રહેતા ફ્રાન્સના ટીમ લીડર યવરા જેનરેડે જણાવ્યું હતું કે ૧પ વર્ષથી ચાલતા અમારા હોલોગ્રામ પ્રિન્ટર બનાવવાનો પ્રોજેકટમાં અત્યાર સુધીની તમામ પ્રિન્ટીંગ ટેકનોલોજીનો સમાવેશ કરીને ઝડપથી સસ્તા દરે અદભુત રંગસંયોજન સાથેની પ્રિન્ટ ટેકનોલોજી બનાવીને અત્યારની ખર્ચાળ પ્રિન્ટ ટેકનોલોજી પ્રિન્ટરની ધીરી ઝડપ જેવી મર્યાદાઓને દુર કરી ઝડપીસચોટ અને સસ્તા દરની પ્રિન્ટ મેળવવાની ટેકનોલોનું માટે થઇ રહેલી મહેનત હવે ફળદાયી બની છે.
તેમણે જણાવ્યું હતું કે અમે આ આવિષ્કાર કાલ્પીનીક વિચારને મુર્તિમત બનાવવાના પ્રયાસોથી મેળવવામાં સફળ થયા છીએ. નવી પ્રિન્ટરર્સ ટેકનોલોજીમાં વ્યવસાયિક ધોરણે કિફાયતી દામમાં હાઇસ્પીડ પ્રિન્ટીંગ, હાઇકવોલીટી કલર અને વિશાળ ડાયનેમિક શ્રેણીના આવિષ્કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રિન્ટર ટેકનોલોજી અંગે તાજેતરમાં જ પ્રસિઘ્ધ કરાયેલા ધ ઓપ્ટિકલ સોસાયટી જરનલ (ઓ.એસ.એ.) માં ઓપ્ટીક ટેકનોલોજી અને સંશોધકોના આવિષ્કારથી બનાવવામાં આવેલા નવા પ્રિન્ટર અંગે જણાવાયું છે કે પેરેલેકસ ટેકનોલોજીમાં ચિત્રની તમામ બાજુઓનો અલગ અલગ દિશાઓનું નિરુપણ અને થ્રીડી પરિણામમાં ચિત્રને કેમેરાના માઘ્યમથી કાગળ ઉપર નરી આંખે દેખાતા દ્રશ્યની જેમ કાગળ ઉપર છાપી શકાય છે. આ ટેકનોલોજીનમાં ચિત્રને ૧ર૦ ડીગ્રીના પરિણામમાં છાપી શકાય છે. આ નવું પ્રિન્ટર તેની અદ્યતન ટેકનોલોજીથી થ્રીડી કોમ્પ્યુટર દ્વારા કોઇપણ ચિત્રને સ્ક્રેન કરી હાઇ કવોલીટી હોલોગ્રામથી હોલોગ્રાફીક કોપી મેળવી શકાશે.
આ નવી ટેકનોલોજીના આવિષ્કારમાં વિજ્ઞાનિકોએ ખાસ અંતપૂર્વક બે અલગ અલગ હોલોગ્રાફીક ટેકનોલોજીના પ્રિન્ટરનો અભ્યાસ કરી આ નવી ટેકનોલોજીના લાભ અને મર્યાદાઓનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી કંપનીએ પ્રિન્ટરના બે જનરેશનનો ટેકનીકલ અભ્યાસ અને તેની મર્યાદાઓને ઉપલબ્ધીઓમાં બદલવાની દિશામાં કામ કર્યુ છે.
જેનરેટે જણાવ્યું હતું કે અમારું સ્વભંડોળથી કાર્યરત નાના એવા વિજ્ઞાનિકોના સંગ્રહે હાઇલી સેન્સેટીવ ફોટો મટીરીયલ્સનો ખુબ જ મર્યાદિત ખર્ચમાં અને હયાત ટેકનીકલ સાધન સામગ્રી અને પઘ્ધતિથી કેવી રીતે સાકાર કરી શકાય તેની દિશામાં કામ કર્યુ છે. નાવ ‘જવશળયફિ’ પ્રિન્ટર લાલ-લીલા અને વાદળી વ્યવસાયિક ધોરણે ઉપયોગમાં લેવાતા લેઝર તરંગોના ઉપયોગથી મીલી સેક્ધડની સમય અવધીમાં ચિત્ર નિરુપણ માટે ઉપયોગી બનશે. વિજ્ઞાનિકોએ સાથે સાથે ખાસ પ્રકારની ધ્રુજારા રહિત પ્રિન્ટીંગ પ્રાસેસ પ્રક્રિયા વિકસાવી છે જેનાથી કોઇપણ દ્રશ્યનું પ્રિન્ટ પર નિરુપણ કરતી વખતે તેમાં મુળભુત દ્રશ્યમાં વાયબ્રેશનના કારણે જરાપણ ફેરફાર ન રહે અને ચિત્ર આબેહુબ પ્રિન્ટ થાય.
આ ટેકનોલોજીમાં દ્રશ્યના નાના નાના હોલોગ્રાફીકરણ કે જે વિજ્ઞાનિક ભાષામાં હોજલ્સ તરીકે ઓળખાય છે. તે તમામ કણો એકત્ર કરીને એક પછી એક ત્રીસ્તકીય પ્રકાશ પુંજ અને રંગીન ઓપ્ટિકલ પ્રિન્ટીંગના રુપમાં ૧ર૦ ડીગ્રીના આયામ સાથે ગોઠવવામાં આવે છે. આ રીતે પ્રિન્ટ થયેલા હોલોગ્રામને રાસાયણીક સ્નાન કરાવીને તેને સુરક્ષાના કવચથી સીલ કરી દેવામાં આવે છે અને આ કોટેડ ચિત્ર સંપૂર્ણપણે લાંબા સમય સુધી સુરક્ષિત બીન જાય છે. આ હોજેલનું નું કદ રપ૦ અને પ૦૦ માઇક્રોન અને તેની ચોકસાઇનો દર ૧પ૦ હર્સ્ટલ સુધી જાળવવામાં આવે છે. દા.ત. હોજલ્સનું કદ રપ૦ માઇક્રોન હોય તો તેની પ્રીન્ટીંગની ઝડપ પ૦ હર્સ્ટજ સુધીની રહે છે. આ ઝડપે લેજર, પલ્સ, પ્રિન્ટર ૩૦ થી ૪૦ સે.મી. ના હોલોગ્રામના માપની પ્રિન્ટ કાઢવામાં ૧૧ કલાકનો સમય લેતો હોય તો આ નવી ટેકનોલોજીથી બેવડી ઝડપે પ્રિન્ટ મેળવી શકાય છે.
સંશોધનોએ નવી ટેકનોલોજીની હોલોગ્રામ ટેકનોલોજી ૬૦ થી ૮૦ સે.મી.ના પરિણામમાં રમકડા પતંગીયા અને સંગ્રાહલયના આબેહુબ ચિત્રો બનાવવા માટે ઉપયોગમાં લીધી હતી. આ નવી પઘ્ધતિથી હાઇ રીઝોલિથેશન રંગ સમન્વય અને ચિત્રનું આબેહુબ નિરુપણ કરી ડાયનેમિક રેન્જના ચિત્ર બનાવી શકાશે. ફુલ કલર હોલોગ્રાફીક મટીરીયલ થકી અમે રંગ ચિત્રની તેજસ્વીતા અને નરી આંખે દેખાય તેવી રીતે ખુબ ત્રુટી રહિત ચિત્ર અને લેજર કિરણોના ત્રુકી રહીત ઉપયોગથી નવી ટેકનોલોજીને સરળ અને સહજ બનાવી હોવાનું જેનરેટે જણાવ્યું હતું.
સંશોધનનું માનવું છે કે પ્રિન્ટીંગ ટેકનોલોજીનો આ નવો આવિષ્કાર ખાસ પ્રકારના થ્રીડી સોફટવેરની રચનાથી સાકાર કરવામાં આવ્યું છે. જે હોલોગ્રામને વધુ વિસ્તૃત કરીને મેડીકલ અને અન્ય આગોતરી ઓપ્લિકેશનમાં ઉપયોગી નિવડશે.
નવા પ્રિન્ટરમાં થ્રીડી હોલોગ્રામની મદદથી મુળભુત ચિત્રને પ્રિન્ટર મારફત આબેહુબ સ્થિતિમાં કાગળ ઉપર અંકિત કરી શકાશે. ફુલ ઉપર બેઠેલું પતંગિયુ નરી આંખે દેખાતુ ચિત્ર જ કાગળ ઉપર અંકિત થઇ જાય છે. નાના નાના હોલોગ્રામને લેજર પઘ્ધતિથી ખુબ જ ચોકસાઇથી એકત્રીત કરીને ઓછા સમય અને કિફાયતી ખર્ચે કાગળ ઉપર અંકિત કરવાની આ નવી પ્રીન્ટીંગ ટેકનોલોજી પ્રિન્ટીંગની દુનિયામાં સચોટ ત્રુટી રહીત ચિત્રોના નિરુપણ માટે ઉપયોગી બનશે. પ્રાચીન સંગ્રહલયો, કલાકૃતિઓ, નકશા અને સંશોધન આલેખો બનાવવા માટે આ નવી પ્રિન્ટ ટેકનોલોજી ખુબ જ ઉપયોગી બનશે.