ડોમેસ્ટીક ટિકીટ બુક કરાવતી વખતે આધાર નંબર, પાન કાર્ડ, પાસપોર્ટ અથવા ડ્રાઈવીંગ લાયસન્સ જેવા આઇડેન્ટી પ્રુફ આપવા પડશે
હવે પ્લેનમાં મુસાફરી દરમિયાન ગેરવર્તુણક અને ફલાઈટની સલામતી જોખમાઈ તેવા કોઈ પણ કૃત્ય કરનાર મુસાફરોને સજાના ભાગ‚પે અમુક સમય માટે ફરી મુસાફરી કરવા પર પ્રતિબંધ લાદશે. વિમાન વ્યવહાર મંત્રી જયંત સિંહાએ જણાવ્યું કે મુસાફરી વખતે વિમાનમાં ગેરઆચરણ કરનાર અથવા માથાકુટીયાઓને તેમના કૃત્ય અનુસાર અમુક મહિનાથી અમુક વર્ષ સુધી ફલાઈટમાં મુસાફરી કરવા દેવામાં આવશે નહિ.
આ ઉપરાંત જે લોકો ડોમેસ્ટીક રૂટ પર ઉડ્ડયન કરવા માંગે છે. તેવા મુસાફરોએ ટીકીટ બુકીગ વખતે આધાર નંબર, પાનકાર્ડ, પાસપોર્ટ અથવા ડ્રાઈવીંગ લાયસન્સ નંબર જેવા આયડેન્ટી પ્રુફ આપવા પડશે જયારે ઈન્ટરનેશનલ ટીકીટ બુક કરાવતી વખતે પાસપોર્ટ નંબર અને વિઝા આપવા પડશે આ ઉપરાંત ટુંક ટ્રાવેલ ૨ માટે આઈડેન્ટી પ્રુફ તરીકે આઈ કાર્ડ અથવા પીએનઆર ફરજીયાત બનાવાશે આમ કરવાથી મુસાફરી દરમિયાન જોખમ ઉભુ કરતા અથવા ગેરઆચરણ કરતા લોકોનું એક ડાયનામીક લીસ્ટ તૈયાર કરવામાં પ્રેરકબળ મળશે જેથી માથાકૂટીયાઓને સજા ફટકારવામાં મદદ મળશે. મુસાફરી દરમિયાન જો કોઈ વ્યકિત ગેરકૃત્ય આચરશે તો આ ડાયનામીક લીસ્ટ દ્વારા ઓટોમેટીકલી એજન્સીઓને જાણ થઈ જશે અને તેને તેમ કરતા અટકાવવામાં આવશે.
અમેરિકામાં જયારે કોઈ મુસાફરે ટીકીટ બુક કરાવી હોય પરંતુ તેનું નામ ફલાઈ-લીસ્ટમાં ન હોય ત્યારે ઓટોમેટીકલી સાઉન્ડ વાગે છે.
તેજ રીતે હવે ભારતમાં પણ ‘નો ફલાય લીસ્ટ’ વીકસશે. સરકારી એજન્સીઓ દ્વારા આપવામાં આવતા એરપોર્ટ પર ટિકિટ બુક કરતી વખતે આપવા પડશે. તેમ છતાં પણ ડોમેસ્ટીક રૂટ પર માત્ર આઈ-કાર્ડ જ માંગવામાં આવે છે. માત્ર અમુક શંકાસ્પદ પરિસ્થિતિઓમાં જ આયડેન્ટીપ્રુફ માંગવામાં આવે છે. હાલ, મંત્રાલય એવીએશન ઈકોસિસ્ટમમાં બધા મુસાફરોના કામ કરી રહ્યું છે. આમ, મુસાફરી દરમિયાન સલામતી જળવાઈ રહે તે માટે ઉડ્ડયન મંત્રાલય આગ પ્રયત્નો કરી રહ્યું છે.