ગુજરાત ફાર્મસિસ્ટ સ્ટેટ કાઉન્સિલિંગના વર્ષો જુના પ્રશ્નનો આવ્યો અંત
ગુજરાત ફાર્મસિસ્ટ સ્ટેટ કાઉન્સિલિંગ તથા સૌરાષ્ટ્ર ફાર્મસિસ્ટ એસોસિએશનના સભ્યોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો
સરકારે પરિપત્ર કર્યો જાહેર વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
ગુજરાત ફાર્માસિસ્ટ સ્ટેટ કાઉન્સિલિંગ એસોસીએશન ગુજરાતના ફાર્મસીસ્ટ તથા ફાર્મસીની ડિગ્રી મેળવેલ વિદ્યાર્થીઓના હક માટે હંમેશા અગ્રેસર રહી કાર્યો કરે છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષથી જે ગુજરાત બહારના રાજ્યમાંથી ફાર્મસીની ડિગ્રી મેળવેલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ગુજરાતમાં થતું ન હતું તેમની ડિગ્રીને માન્યતા પ્રાપ્ત થતી નથી. આ પ્રશ્ન સામે ગુજરાત ફાર્માસિસ્ટ સ્ટેટ કાઉન્સિલિંગ તથા સૌરાષ્ટ્ર ફાર્મસિસ્ટ કાઉન્સલિંગ સતત પ્રયત્નો કરી આવા વિદ્યાર્થીઓને તેમની ડિગ્રીની માન્યતા મળે અને રજીસ્ટ્રેશન થાય તે માટેના કાર્યો કરી રહી હતી.સરકારમાં અનેક વખત જે તે સમયે રજૂઆતો પણ કરવામાં આવતી હતી.તેમજ હાઇકોર્ટના દરવાજા ખખડાવા સુધી તેઓ પહોંચ્યા હતા.
પરંતુ જ્યારે ગુજરાત ફાર્માસિસ્ટ સ્ટેટ કાઉન્સલિંગ અને સૌરાષ્ટ્ર ફાર્મસિસ્ટ કાઉન્સિલિંગના સભ્યોએ રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહને આ પ્રશ્નની રજૂઆત કરી ત્યારે તાત્કાલિક ધોરણે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહએ આ પ્રશ્નની કાર્યવાહી હાથધરી તેમજ ડબલ એન્જિનથી કાર્ય કરતી સરકારમાં આની રજૂઆત પહોંચાડવા તેઓ સતત કાર્ય કરતા રહ્યા.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે આ રજૂઆત પર ખૂબ ધ્યાન આપ્યું અને તાત્કાલિક ધોરણે આ પ્રશ્નનો અંત લઈને આવ્યા.હાલ સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.જે વિદ્યાર્થી ગુજરાત બહારથી ફાર્મસીની ડિગ્રી મેળવી હશે તેમનું રજીસ્ટ્રેશન અને તેમની ડિગ્રીને પણ માન્યતા ગુજરાતમાં મળી રહેશે.હજારો વિદ્યાર્થીઓ માટે આ આનંદના અને હરખના સમાચાર ગણી શકાય.
ગુજરાત ફાર્માસિસ્ટ સ્ટેટ કાઉન્સિલિંગના માનદ મંત્રી કિરીટભાઈ પલાણ,ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગઈસ્ટના વાઈસ પ્રેસીડન્ટ મયુરસિંહ જાડેજા,સૌરાષ્ટ્ર-કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગઈસ્ટના માનદ મંત્રી અમીનેશભાઈ દેસાઈ તથા ગુજરાત ફાર્મસિસ્ટ સ્ટેટ કાઉન્સિલિંગ અને સૌરાષ્ટ્ર ફાર્માસિસ્ટ કાઉન્સિલિંગના સભ્યોએ આ પ્રશ્નનો નિરાકરણ લાવવા જહમત ઉઠાવી હતી. પ્રશ્નનો અંત આવતા ગુજરાત ફાર્માસિસ્ટ સ્ટેટ કાઉન્સલિંગ તથા સૌરાષ્ટ્ર ફાર્મસીસના સભ્યોએ ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહના પ્રયત્નો અને સરકારના સહયોગથી પ્રશ્નનો આવ્યો અંત:કિરીટભાઈ પલાણ
ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગઈસ્ટ એસોસિએશનના માનદ મંત્રી કિરીટભાઈ પલાણે જાણવ્યું કે,વિદ્યાર્થીઓ બહારથી ભણી આવતા ત્યારે તેમની ડિગ્રી માન્ય રહેતી ન હતી તેમનું રજીસ્ટ્રેશન થતું નહીં.તેમને સર્ટિફિકેટ પણ મળતું નહીં ત્યારે આ વિદ્યાર્થીઓના હિત માટે થઈ અમે છેલ્લા 5 થી 6 વર્ષ ગુજરાત અને સૌરાષ્ટ્ર ફાર્મસી એસોસિએશન સખત મહેનત કરી પરંતુ આ પ્રશ્નનું અંતે નિરાકરણ રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ દ્વારા સરકારને રજૂઆત કરીને માત્ર ગણતરીના દિવસોમાં અંત લઈને આવ્યા છે.જેનો અમને ખૂબ આનંદ થયો છે અને અમે ડો.દર્શીતાબેન શાહ અને સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છીએ.
રજીસ્ટ્રેશનની માન્યતાથી દિશાહીન વિદ્યાર્થીઓને મળી નવી દિશા:મયુરસિંહ જાડેજા
ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગઈસ્ટ એસોસિએશનના વાઇસ પ્રેસીડન્ટ મુયુરસિંહ જાડેજાએ જાણવ્યું કે,છેલ્લા 5 વર્ષથી જે પ્રશ્ન સામે અમે લડત કરી રહ્યા હતા તેનો અંત આખરે ધારાસભ્ય દર્શિતાબેન સાહેબ લઈ આવ્યા છે. ત્યારે આજે અમે તેમનો અને સરકારનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના જે ફાર્માસિસ્ટ વિદ્યાર્થીઓ હેરાન થતા હતા તેમને દિશા મળતી ન હતી કઈ દિશામાં કાર્ય કરવું તેમની માટે આ ખૂબ સારા સમાચાર આવ્યા છે સરકારે પરિપત્ર પણ જાહેર કરી આપ્યો છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જે આ કાર્ય કર્યું છે એ વિદ્યાર્થીઓના હિતનું ઉત્કૃષ્ટ કાર્ય છે અને તે ધન્યવાદને પાત્ર છે.
ડબલ એન્જિનની સરકાર પ્રજાના પ્રશ્ર્નોના ઝડપથી નિરાકરણ લાવી રહી છે:ડો.દર્શિતાબેન શાહ
ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે જણાવ્યું કે, તમામ લોકોના સાથ સહકાર અને પ્રયત્નોથી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે વર્ષો જૂના પ્રશ્નનું નિરાકરણ કર્યું છે. ત્યારે જે લોકો ગુજરાત બહારથી ફાર્મસીનું ડિગ્રી મેળવીને આવ્યા હતા અને તેમનું ગુજરાતમાં રજીસ્ટ્રેશન માન્ય રહેતું નહોતું. તે વિદ્યાર્થી તથા હવેથી નવા વિદ્યાર્થીઓનું પણ ગુજરાતમાં રજીસ્ટ્રેશન માન્ય રહેશે.તેમની માટે આ ખૂબ સારા સમાચાર ગણી શકાય રજીસ્ટ્રેશન બાબત નો પરિપત્ર પણ સરકારે જાહેર કરી દીધો છે હવે કાયદેસર રીતે તેઓની ડિગ્રી માન્ય ગણી શકાશે અને તેમનું રજીસ્ટ્રેશન થઇ શકશે.