આર્મી એકટ અંતર્ગત ગે, લેસબીયન, ટ્રાન્સજેન્ડર અને બાયસેકસયુઅલને પણ સેનામાં ભરતી અંગે સમાન અધિકાર આપવામાં આવશે
લોકસભામાં રાઈટ ઓફ રિફયુઝ અને નોન-વેજ ફૂડ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં સરકારી અધિકારીઓ માટે કેટલાક સુચનો આપવામાં આવ્યા હતા. ભારતમાં ઘટી રહેલી ગાયોની સંખ્યાને ધ્યાનમાં લઈ બીજેપીના નિષીકાન્ત દુબેએ ગૌરક્ષા બીલ પસાર કર્યું છે. માટે હવે સરકારી મીટીંગો અને ફંકશનોમાં પણ નોન-વેજ પીરસવામાં આવશે નહીં.
નેશનલ કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમ સુલે એમ્પલોય વેલફેર ઓથોરીટી અંતર્ગત કહ્યું કે, રજા દરમિયાન સરકારી કર્મચારીઓને કામ સંબંધીત આવતા ફોન કોલ્સ રિજેકટ કરવાનો અધિકાર અંગે બીલ પસાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આર્મી એકટ ૧૯૫૦, નેવી એકટ ૧૯૫૭ અને એરફોર્સ એકટ ૧૯૫૦ અંતર્ગત આર્મીના જવાન તરીકે ગે, બાયસેક્સયુઅલ, ટ્રાન્સજેન્ડર અને લેસબીયન લોકોને પણ સમાન અધિકાર આપવામાં આવશે. લોકસભામાં ભાજપના અનુરાગસિંહ ઠાકુરે યુવાનો માટે સુસાઈડ પ્રિવેન્શન બીલ પસાર કરવા અંગે ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.