તાજેતરમાં જ કીયારા અડવાની અને સિધાર્થ મલ્હોત્રએ પોતાના લગ્નના ખુબજ સુંદર ફોટા સોશિયલ મીડિયા માં રીલીઝ કર્યા હતા ત્યારે તેમના ફેનસ માં અલગ જ ખુશી નો મહોલ સર્જાયો હતો . અને દરેક લોકો અન્ય બીજા શૂટ અને ફોટોસ ની આતુરતાથી રાહ જોતા હતા. તેમાં કીયારા અને સિધાર્થ એ દરેક લોકો ના ઇન્તઝાર ની ઘડીયો ને પૂરી કરી એને તેમનો વરમાળા નો વીડિઓ ફેનસ માટે શેર કર્યો…..
તેમાં કીયારા અને સિધાર્થ એ બનેના લગ્નનો વરમાળા નો વીડિઓ શેર કર્યો પણ એવો વીડિઓ કે જેને માત્ર આપે ફિલ્મોમાં જોયા હશે, ખુબ જ નયન રમ્ય વિડીઓ અને સીન .જેમાં ખુબ જ ફિલ્મી સ્ટાયલ માં કીયારાની સ્ટેજપર એન્ટ્રી લે છે. અને સુંદર ડાન્સ કર્યો હતો જેમાં સિધાર્થ નો એક ફની સીન પણ જોવા મળે કે જેમાં સિધાર્થ વોચ માં જોતા કીયારા ને ઝડપ માટેની મસ્તી કરે છે ત્યાર બાદ બંને નું ખુબ સુંદર વરમાળા ની વિધી આવે છે જેમાં બંને ઉપર ફૂલ્લોની વરસાદ થાય છે અને એક અદ્ભુત દ્રશ્ય સર્જાઈ છે
સૌથી પ્રિય સ્ટાર કપલ અથવા તો ‘શેર શાહ’ કપલ આખરે ત્રણ વર્ષના ડેટિંગ બાદ લગ્ન ગ્રંથીમાં બંધાયા છે.તેમના લગ્ન માટે તેમના ફેનસ આતુરતથી રાહ જોઈ રહ્યા હતા તેમાં અચનાક બંનેના લગ્નના ફોટા સામે આવતા ખુબ ખુશીની લાગણી ફેલાઈ હતી તેમાં પણ બનેનો ફિલ્મી સ્ટાયલના લગ્ન જોઈ વાતાવરણમાં વધારે ખુશી ફેલાઈ હતી. કિયારા અને સિદ્ધાર્થે તેમના લગ્ન માટે સિલ્વર કલરના આઉટફિટ્સ પસંદ કર્યા હતા. બંનેની જોડી શાનદાર લાગી રહી હતી.