હવે મરછરોથી મેળવો છુટકારો. જ્યારે હવામાન બદલાવા લાગે છે, ત્યારે મચ્છરોની પ્રવૃત્તિ પણ વધે છે. દિવાળી પછી પણ આ દિવસોમાં ઠંડી શરૂ થઈ નથી. આ સિઝનમાં મચ્છર વધુ કરડે છે. મરછર કરડવાથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા અનેક રોગો થાય છે. તેથી તેનાથી બચવા આ ઉપાય અજમાવો. ત્યારે આવી સ્થિતિમાં અમે તમને કેટલાક એવા છોડ વિશે જણાવીએ જેને લગાવતા જ મચ્છરો દૂર થઈ જશે.
મચ્છરો ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો ફેલાવે છે, જેના કારણે ક્યારેક માનવ જીવનનો ભોગ બને છે. મચ્છરોથી છૂટકારો મેળવવા માટે, લોકો મચ્છર ભગાડનાર કોઇલ અથવા અન્ય જંતુનાશકોનો ઉપયોગ કરે છે, પરંતુ તમે ઘરની અંદર કેટલાક વૃક્ષો અને છોડ લગાવીને પણ મચ્છરોથી દૂર રહી શકો છો.
તુલસી :
તુલસીના છોડને મચ્છર ભગાડનાર માનવામાં આવે છે. સારું સ્વાસ્થ્ય જાળવવાની સાથે, તે ઘરમાંથી મચ્છરોને દૂર કરવામાં પણ મદદ કરે છે. તેમજ તમે ઘરમાં તુલસીનો છોડ લગાવી શકો છો, જેથી ઘરમાં મચ્છર ન આવે.
રોઝમેરી :
રોઝમેરી પ્લાન્ટની સુગંધ મચ્છરોને દૂર રાખે છે. રોઝમેરીના ફૂલોને પાણીમાં પલાળીને રૂમમાં છાંટવાથી પણ મચ્છરો દૂર રહે છે. રોઝમેરી પ્લાન્ટ ઘરની અંદર કે બહાર ઉગાડી શકાય છે.
મેરીગોલ્ડના ફૂલો :
મેરીગોલ્ડના ફૂલોની સુગંધ મચ્છર અને અન્ય જીવજંતુઓને પણ દૂર રાખે છે. આ છોડમાંથી આવતી ગંધ પાયરેથ્રમ, સેપોનિન, સ્કોપોલેટીન, કેડીનોલ અને અન્ય તત્વોથી બનેલી હોય છે, જે મચ્છરોને તમારા ઘરથી દૂર રાખે છે. તેથી આ છોડને તમારા ઘરમાં લગાવીને તમે મચ્છરોની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
ફુદીના :
ફુદીનાની ગંધથી મચ્છર ભાગી જાય છે. ફુદીનાના છોડને આંશિક સૂર્યપ્રકાશમાં ઘરની અંદર અથવા બહાર રાખી શકાય છે. ફુદીનાના પાનને ક્રશ કરીને ત્વચા પર લગાવવાથી પણ મચ્છરો દૂર રહે છે.