૫૦૦ કરોડની નેટવર્થ ધરાવતી કંપની નાણાકીય ચુકવણીને સુદ્રઢ બનાવવા માટે મેદાને આવશે
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈએ નાણા ચુકવણીની સવલત અને ચુકવણી પઘ્ધતિને સુદ્રઢ બનાવવા માટે માળખાગત સુવિધા મજબુત બનાવવા ખાનગી કંપનીઓને આમંત્રિત કરી છે જેથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, હવે નોટુ બાટવાનો ઈજારો ખાનગી કંપનીઓ પાસે રહેશે. જે કંપની આ કાર્ય કરવા માટે તૈયાર થાય તે કંપનીનું નેટવર્ક ૫૦૦ કરોડથી વધુનું હોવું જોઈએ. આરબીઆઈ દ્વારા સુચિત કરાયેલી આ વ્યવસ્થા બાદ નાણાકિય વિતરણ વ્યવસ્થામાં સહભાગી થવા નાણાકિય વિતરણ સુવિધા સુદ્રઢ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આરબીઆઈ દ્વારા ગોઠવનારી આ નાણાકિય વિતરણ વ્યવસ્થામાં એટીએમનું સંચાલન પીઓએસ આધાર સંલગ્ન નાણાકિય ચુકવણીનું સંચાલન કરવામાં આવશે. રીઝર્વ બેંકે ખાનગી કંપનીઓ કે જે આ સેવાઓ માટે સમર્થ છે તેને અરજી માટે ફોર્મ-એ કે જેમાં ફેબ્રુઆરી ૨૬, ૨૦૨૧થી આ સેવાઓ શરૂ કરવા માટેનો અહેવાલ આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકની અખબારી યાદીમાં જણાવાયું છે કે, આ કંપનીઓને નાણાકિય વ્યવહાર ચુકવણી સમાધાન કરી વ્યવસ્થા અને બેંકની સંસ્થાઓને નિશ્ર્ચિત ઓળખ આપવામાં આવશે અને સુચારુ સંચાલન અને સુદ્રઢ વ્યવસ્થા માટે નવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. સેન્ટ્રલ બેંકે તેની યાદીમાં જણાવ્યું છે કે રીઝર્વ બેંકની સહયોગી વ્યવસ્થા માટે ખાનગી કંપનીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં નોન બેન્કિંગ સંસ્થાઓ માટે કિલીયરીંગ અને સેટલમેન્ટ સિસ્ટમ માટેની મંજુરી આપવામાં આવશે. આ વ્યવસ્થામાં સમાધાન, ધિરાણ, નાણાકિય તરલતા, નાણાનું સંચાલન માટેના જોખમો અભ્યાસ અને સંચાલનને સુદ્રઢ કરવાની જવાબદારી ખાનગી સંસ્થાઓને આપવામાં આવશે.
આ નવી વ્યવસ્થા અંગે આરબીઆઈએ જણાવ્યું હતું કે, વર્તમાન બેન્કિંગ વ્યવસ્થા અને નાણાકિય વિતરણ દરમિયાન આવતા આંચકા અને છેતરપીંડીની સાથો સાથ ભ્રષ્ટાચારથી બચવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા ફેરફારો અને પ્રતિકુળ મુદાઓથી અર્થતંત્રને વધુ વિકસિત બનાવવામાં આવશે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મંડળીની લઘુતમ મુડીમાં કરોડો રૂપિયાની શરત રાખવામાં આવી છે અને પ્રમોટર જુથની છત્ર સંસ્થાની મુડીમાં એક અંશ કરતા વધુ રોકાણ ન હોવુ જોઈએ અને જે આ સેવામાં જોડાવવા માંગતી સંસ્થા છે તેને ૧૦ ટકાથી ઓછુ અને ૫૦ કરોડ રૂપિયાની મુડી ફરજીયાત કરવામાં આવી છે પરંતુ હાલનાં તબકકે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, હવે નોટુ બાટવાનો ઈજારો આરબીઆઈ ખાનગી કંપનીને સોંપી દેશે.