ગુજરાતમાં હાલ ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તો બીજી બાજુ વડોદરા, સુરત અને હવે કચ્છમાં દીકરીઓ પર દુષ્કર્મની ઘટના બની રહી છે. ત્યારે રાજ્યના અલગ અલગ સ્થળે બની રહેલા છેડતી અને બળાત્કાર જેવી ગંભીર ઘટનાઓને લઈ લોકોમાં ચિંતાનો માહોલ ઉભો થઇ રહ્યો છે. જેમાં વડોદરા અને માંગરોળ પાસે ગેંગરેપની ઘટનાથી હડકંપ મચી ગયો છે. ત્યારે તેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. જેમાં કચ્છમાં ગરબા રમી પરત ફરતા સમયે 18 વર્ષીય યુવતી ઉપર આ ઘટના બની છે. કચ્છના આડેસર ગામ ખાતે સાતમી ઓક્ટોબરના રોજ રાત્રીના એક વાગ્યા આસપાસ પેવર બ્લોકનું કારખાનું ધરાવનારા પ્રવીણ રાજપૂત નામના વ્યક્તિ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે પોલીસે યુવતીની ફરિયાદના આધારે આડેસર પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 64 અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અલબત્ત બનાવના પગલે સમગ્ર વાગડ વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા અને સુરતમાં સગીરા સાથે થયેલાં દુષ્કર્મના બનાવોની ચકચાર હજુ શમી નથી ત્યાં કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે ગરબી જોઈને પરત ફરી રહેલી યુવતી પર પેવર બ્લોકના કારખાનેદારે બળાત્કાર ગુજારતાં ભારે દોડધામ મચી છે.જેમાં આડેસરમાં રહેતી 18 વર્ષની યુવતી રાત્રે 1 વાગ્યે ગરબા જોઈને ઘરે પરત ફરતી હતી. તે સમયે તેને અચાનક ચક્કર આવી ગયાં હતાં. જેથી સંજય નામનો યુવક તેને નજીકમાં આવેલા પેવર બ્લોકના કારખાનામાં પાણી પીવડાવવા લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારે યુવતીની મદદ માટે સંજય સાથે ભરત નામનો અન્ય યુવક પણ ત્યાં દોડી આવ્યો હતો. પ્રવિણે સંજય અને ભરતને રૂમની બહાર કાઢી મૂકીને દરવાજો બંધ કરીને યુવતીની મરજી વિરુધ્ધ કપડાં કાઢીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે બનાવ અંગે ગત રાત્રે યુવતીએ આડેસર પોલીસ મથકે આપેલી ફરિયાદના આધારે પોલીસે બળાત્કાર, દુષ્કર્મ સહિતની કલમો તળે ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ સાથે જ જયારે રાજ્યના ગૃહમંત્રી આજે કચ્છની મુલાકાતે આવ્યાં છે ત્યારે જ દુષ્કર્મનો બનાવ બહાર આવતાં પોલીસ ખાતામાં ભારે દોડધામ મચી ગઈ છે.
ગની કુંભાર