વિદેશમાં સ્થિત યુવાને તેની પત્નિને પિતાનાં વોટસએપ પર તલાક આપવાનો સંદેશો મોકલતા વિવાદ

વિદેશ રહેતા વલસાડનાં યુવકે પોતાની નિ:સંતાન બહેનને પોતાનાં પુત્ર દતક આપવાની ઈચ્છાનો અસ્વિકાર કરનાર પત્નિ સાથે છુટા છેડા માટે હાથમાં લીધો અવૈધાતિક રસ્તો લેતા તેના માટે મુશ્કેલી ઉભી થવા પામી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર મુસ્લિમ મહિલાઓનાં લગ્ન અધિકારને સુરક્ષિત બનાવવા ત્રિપલ તલાક પર પ્રતિબંધ મુકીને દેશની મુસ્લિમ મહિલાઓનો મૌખિક તલાકનાં સતત ભયથી મુકત કરવવા માટે પ્રતિબંધ છે ત્યારે ગુજરાતનાં વલસાડ જીલ્લાનાં એક યુવક સામે વોટસએપ પર મેસેજ દ્વારા તલાક દેતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગેરકાનુની રીતે તલાકનાં આ કિસ્સામાં આરોપી જયલુન જાવેદ કાલીયાએ પોતાનાં પિતા જાવેદ કાલીયાનાં મોબાઈલ ઉપર તલાકનો મેસેજ થોડા દિવસ પહેલા મોકલ્યો હતો. જાવેદ કાલિયાની 25 વર્ષની પત્નિ અત્યારે વલસાડનાં ઉંમરગામ ખાતે પિતાને ત્યાં રહે છે. રવિવારે શિપિંગ કંપનીમાં કામ કરતાં અને વિદેશમાં રહેતા સાંજણનાં પતિ વિરુઘ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હોવાની પીઆઈ પી.એમ.પરમારે જણાવ્યું હતું. જાવેદ કાલિયાએ પુત્ર દ્વારા મોકલવામાં આવેલા છુટાછેડાનાં મેસેજની પ્રિન્ટ કઢાવીને છુટાછેડાની વિધિ ચાલુ કરી હતી.

આ મેસેજ સાથે ભોગ બનનારનું પરિવાર પોલીસ મથકે દોડી આવ્યું હતું. ચાર વર્ષ પહેલા લગ્ન કરનાર આ દંપતિને ત્રણ વર્ષનો પુત્ર છે. મહિલાએ સાસરિયા વિરુઘ્ધ દુ:ખ ત્રાસની ફરિયાદ કરી છે.  મોબાઈલ મેસેજથી ત્રિપલ તલાકની પૈરવીનો ભોગ બનનાર મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, સાસરિયાઓ પોતાનાં ત્રણ વર્ષનાં પુત્રને આઠ વર્ષ પહેલા પરણાવેલી પોતાની નિ:સંતાન નણંદને આપી દેવા માંગ છે જેનો તેણીએ વિરોધ કર્યો હતો.  આથી સાસરિયાઓએ તેને પિયર મોકલી દીધી હતી. પોલીસે જયલુન, તેના પિતા જાવેદ અને તેની માતા નફીંસા સામે મુકી મહિલા લગ્ન અધિકાર સુરક્ષા ધારા અન્વયે ગુનો નોંઘ્યો છે. આ ઉપરાંત પતિ અને સાસરિયા વિરુઘ્ધ આઈપીસી કલમ-498 અન્વયે ગુનો નોંધી તપાસ આદરી છે.

પી.આઈ. પરમારે જણાવ્યું હતું કે, કાલિયા પરિવારનું નિવેદન લેવામાં આવ્યું છે. હજુ આ મુદ્દે કોઈની ધરપકડ થઈ નથી. અત્રે એ પણ યાદ કરાવવું કે મુસ્લિમ મહિલાએ ત્રિપલ તલાકથી છુટાછેડા આપવાની પ્રથા પાકિસ્તાન અને સાઉદી જેવા મુસ્લિમ રાષ્ટ્રોમાં પણ પ્રતિબંધિત છે ત્યારે ભારતમાં આ અન્યાયકારી પ્રથાનો મુસ્લિમ મહિલાઓએ ઘણા લાંબા સમયથી વિરોધ નોંધાવ્યો હતો. સરકારે દેશમાં ત્રિપલ તલાકને પ્રતિબંધિત જાહેર કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.