આગામી દિવસોમાં થશે અમલવારી: પોલીસ ચેકીંગ ઉપયોગી થશે વોટસએપ લાઈસન્સ
આરટીઓ દ્વારા હવે લાયસન્સ અને રજીસ્ટ્રેશન કાર્ડ ઓનલાઈન વોટસએપનાં માધ્યમથી મોકલવામાં આવશે જેનં મુખ્ય કારણ એ છે કે જે વ્યકિતએ પોતાના ડ્રાઈવીંગ લાયસન્સ અને વાહનના રજીસ્ટ્રેશન કાર્ડ માટે અરજી કરી હોય અને લાયસન્સ કે રજીસ્ટ્રેશન કાર્ડ તૈયાર થઈ ચૂકયું હોય પરંતુ ઉપભોકતા સુધી ન પહોચ્યું હોય તો તેવા સંજોગોમાં પોલીસ ચેકીંગ વોટસએપના માધ્યમથી આવેલુ ડ્રાઈવીંગ લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન કાર્ડ માન્ય ગણાશે.આ વિશે રાજકોટ આરટીઓ ઈન્સ્પેકટર એમ.ડી. પાનસુરીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે હા સરકાર આ બાબતે વિચારણા કરી રહી છે. અને પ્રાપ્ત વિગતો મુજબ આ સુવિધા મધ્યપ્રદેશ ખાતે આગામી તા.૧૫ નવે.ના રોજથી શરૂ કરાશે. તેમણે ગુજરાતમાં આ સુવિધા કયારથી અમલી બનશે તે વિશે પૂછતાં જણાવ્યું હતુ કે આ વિશે હજુ કોઈ પરિપત્ર આપવામાં આવ્યું નથી તોકંઈ કહી ન શકાય કે આ સુવિધા ગુજરાતમાં કયારે અમલી બનશે.આ ઉપરાંત વોટસએપનાં માધ્યમથી મોકલાયેલ કોપી સોફટકોપી હોય છે તો તેની સાથે ચેડા થવાની શકયતાઓ વિશે જણાવતા તેમણે કહ્યું હતુ કે આ કોપી સોફટકોપી હશે અને ફકત પોલીસ ચેકીંગમાં માન્ય ગણાશે અને એ પણ ટુંક સમયગાળા માટે માન્ય ગણાશે તો હાલ એવું નથી લાગી રહ્યું કે આનો કોઈ દુરઉપયોગ થાય છતા પણ સરકારે બધશ જ પાસાઓ જોયા જ હશે અને વધુ વિગત જયારે પરિપત્ર આપશે ત્યારે પ્રાપ્ત થશે.આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું હતુ કે વાહન ધારક પાસે જો ડ્રાઈવીંગ લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન કાર્ડની મુળ કોપી સાથે ન હોય તો તે કાયદાઓની જોગવાઈ મુજબ દંડાત્મક છે અને વાહનને ડિટેન પણ કરી શકાય છે. એટલે હવે જયારે આ વિશે પરિપત્ર આવે ત્યારેજ બધી સ્પષ્ટતા થશે અને પગલાઆ લઈ શકાશે.