૧લી માર્ચથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા સત્તાવાર ટેલીગ્રામ ચેનલનો પ્રારંભ થશે: વકીલો, અસીલો સહિતનાની અનુકુળતા માટેનો નિર્ણય
ગુજરાત હાઈકોર્ટની ટેલીગ્રામ ચેનલમાં જોડાવા https://t.me/Gujarat HighCourt
ગુજરાત હાઈકોર્ટ આગામી તા.૧લી માર્ચથી સત્તાવાર ટેલીગ્રામ ચેનલ શ કરવા જઈ રહી છે. આ ટેલીગ્રામ ચેનલમાં જોઈન થવાથી લોકોને રોજીંદી નોટિસ, સર્ક્યુલર, અખબારી યાદી, યુ-ટયુબ લાઈવ સ્ટ્રીમીંગ લીંક, કોઝ લીસ્ટ સહિતની તમામ માહિતી ટેલીગ્રામ ચેનલ પર ઉપલબ્ધ થશે. ચેનલ સબસ્ક્રાઈબરને લેટેસ્ટ જાણકારી માટે અલગ અલગ વેબસાઈટ જોવી પડશે નહીં. જે સામાગ્રી ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે તે ટેલીગ્રામ ચેનલ પર મળી રહેશે. તમામ વકીલો અરજદારોને જાણકારી મેળવવામાં અનુકુળતા રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
યૂટ્યૂબ પર કોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ બાદ ગુજરાત હાઇકોર્ટ સત્તાવાર રીતે ૧લી માર્ચથી પોતાની ટેલિગ્રામ ચેનલ પર દરરોજની નોટિસ, કોઝલિસ્ટ, લાઈવ યૂટ્યૂબ લિંક સહિતની માહિતી ઉપલબ્ધ કરાવશે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે ૧લી માર્ચથી ગુજરાત હાઇકોર્ટ પોતાની ટેલિગ્રામ ચેનલ શરૂ કરશે. પ્રેસ રિલીઝ, પરિપત્ર, લાઈવ યૂટ્યૂબ લિંક, કોઝલિસ્ટ, સહિતની તમામ માહિતી જે વેબસાઈટ પર અપલોડ કરાવવામાં આવે છે તેને ટેલિગ્રામ ચેનલ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઇઝરોને લેસ્ટેસ્ટ જાણકારી માટે ઘણી ઘણી વેબસાઈટ જોવી પડશે નહિ. ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ જ્યારે અપ્રાપ્ત હશે ત્યારે કામ લાગશે.
તમામ વકીલો, અરજદારોને સાનુકૂળતાથી જાણકારી મળી રહે તેના માટે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ દ્વારા ગુજરાત હાઈકોર્ટની ઓફિશ્યલ ટેલિગ્રામ ચેનલ શરૂ કરવાનો નિણર્ય લીધો હતો. આગામી સમયમાં એડવોકેટ વાઈસ ડિટેલ કોઝલિસ્ટ અને કેસને લગતી અન્ય માહિતી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે.
નોંધનીય છે કે ૨૬મી ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક નિણર્ય લીધો હતો અને વિડીયો કોનફરન્સની સુનાવણીનું પ્રાયોગિક ધોરણે યુ-ટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. વર્ચ્યુલ સુનાવણીનું યુ-ટ્યૂબ પર લાઈવ સ્ટ્રીમિંગ કરનાર ગુજરાત હાઈકોર્ટ દેશની સૌ-પ્રથમ હાઈકોર્ટ બની હતી. આગામી ૧માર્ચથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા પરિપત્ર નોટિસ અબખારી યાદી વગેરે હાઇકોર્ટની ટેલીગ્રામ ચેનલ પર મળી શકશે. ચેનલ પર હાઇકોર્ટની વેબસાઇટ થકી જોડાઇ શકશે.
હાઇકોર્ટના મુખ્ય ઉપાયપૂર્તિ વિક્રમનાથના માર્ગદર્શન હેઠળ આ નિર્ણાય લેવાયો હતો. આગામી ૧ માર્ચથી ગુજરાત હાઇકોર્ટની ટેલીગ્રામ ચેનલ પર વિવિધ અપડેટ જેવી કે નોટિસ, પરિપત્ર, અખબારી યાદી યુટયુબ લાઇવ પ્રસારવાની લીંક, પૂરા થયેલા કેસ સહિતની વિગતો ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટ પર મૂકવામાં આવે છે આ સાથે જ હાઇકોર્ટની ટેલીગ્રામ ચેનલ પર પણ મુકવામાં આવશે.
આથી હાઇકોર્ટ ચેનલ સાથે જોડાયેલા તમામ છેલ્લામાં છેલ્લા માહિતીથી વાકેફ રહી શકશે. નવી નવી માહિતી માટે હવે વકીલો, સંબંધિત પક્ષોએ વારંવાર વેબસાઇટ પર કલીક કરવાની જર રહેશે નહીં. આ ઉપરાંત અન્ય કેટલીક કેસ સંબંધી માહિતીઓ પણ ટેલીગ્રામ ચેનલ પર મળશે તેમ હાઇકોર્ટની યાદીમાં જણાવ્યું છે.