ઘણીવાર જ્યારે અકસ્માત અથવા કોઈ દુર્ઘટના સર્જાય તો આપણે ગાડીનો નંબર નોંધી લઇએ છીએ. વાહનના નંબર દ્વારા એ વાહન વિશેની માહિતી મળી જાય છે. પરંતુ હવે તમે ઘરે બેસીને પણ વાહનની જાણકારી સરળતાથી પ્રાપ્ત કરી શકશો. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની સાઇટ પરથી માહિતી મેળવવા ઉપરાંત એક નંબર પર SMS કરીને પણ તમે વાહન માલિકનું નામ, વાહન મોડેલ, પેટ્રોલ ગાડી છે કે ડીઝલ ગાડી, રજિસ્ટ્રેશનની એક્સપાયરી ડેટ અને ક્યાં સુધી ટેક્સ ભરેલો છે વગેરે જાણકારી મેળવી શકશો.
આ રીતે મેળવો માહિતી:-
– તમે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની સત્તાવાર વેબસાઇટથી વાહનના નંબર દ્વારા તેની સાથે જોડાયેલી જાણકારીઓ મેળવી શકો છો.
– આ માટે સૌપ્રથમ તમારે parivahan.gov.in પર જવાનું રહેશે.
– ત્યારબાદ તમારી સામે હોમ પેજ ખૂલશે. જેમાં તમારી સામે ઘણા વિકલ્પો હશે. તેમાંથી તમારે RC Status વિકલ્પ પસંદ કરવાનો છે.
– અહીં તમારે ગાડીનો નંબર અને કેપ્ચા ભરીને ચેક સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે.
– આટલું કરતાં જ તમારી સામે વાહનની તમામ માહિતી આવી જશે.
– આ ઉપરાંત, તમે https://parivahan.gov.in/rcdlstatus/ લિંક પર ક્લિક કરીને પણ ગાડીનું સ્ટેટસ જાણી શકો છો.