નવાંગતુક એશિયા કપમાં
બાંગ્લાદેશને 51 રને મ્હાત આપી ભારતીય ટીમેં ઇમર્જિંગ એશિયા કપની સેમી ફાઇનલ જીતી
ભારતીય ટીમેં ઇમર્જિંગ એશિયા કપની સેમી ફાઇનલમાં બાંગ્લાદેશને પછાડી જીત પોતાને નામ કરી છે. સેમિફાઇનલમાં જબરદસ્ત જીત બાદ હવે ટીમ ઇન્ડિયાનો પાકિસ્તાન સાથે આવતીકાલે મુકાબલો ખેલાશે. ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશની 51 રમે પછાડ્યું હતું. જેમાં ટીમની જીતનો સૌથી હિસ્સો કેપ્ટન યશ ધુલે અને નિશાંત સિંધુનો રહ્યો હતો. ટીમ ઇન્ડિયાના પ્રદર્શનની જો વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ 49.1 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 211 રન કર્યા હતા. જેના જવાબમાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલ બાંગ્લાદેશના ખેલાડીઓની શરૂઆત સારી રહી હતી.
ભારત, બાંગ્લાદેશ વચ્ચેના આ મેચમ ભારતની શરૂઆત નબળી રહી હતી. માત્ર 29 રને જ પ્રથમ વિકેટ ખડી હતી. બાદમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન યશ ધુલે ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું તેમણે મેચમાં 85 બોલમાં 66 રન કર્યા હતા. બાદમાં ટીમ ઇન્ડિયા 211 રન સુધી પહોંચી હતી. બાંગ્લાદેશની શરૂઆત સારી રહ્યા બાદ બીજા દાવમાં નિશાંત સિંધુએ યશસ્વી બોલિંગ કરી 5 વિકેટ પોતાને નામ કરી હતી. અને 8 ઓવરમાં માત્ર 20 રન જ આપ્યા હતા. આ મેચમાં કેપ્ટન ધુલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. મહત્વનું છે કે ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં એક પણ મેચ હારી નથી. તેમણે પાકિસ્તાન, નેપાળ, યુ.એસ.એને હરાવ્યા બાદ હવે બાંગ્લાદેશને પણ પચાડ્યું છે.