વર્ષોથી આપણે સ્કુલમાં કોલેજમાં ઈતિહાસ ભણતા આવ્યા છીએ ત્યારે NCERT નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગએ 12મા ધોરણ માટે ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર અને હિન્દીના અભ્યાસક્રમમાં કેટલાક ફેરફારો કર્યા છે. ઈતિહાસના પુસ્તકમાંથી મુઘલ સામ્રાજ્ય સંબંધિત પ્રકરણ હટાવી દેવામાં આવ્યા છે. આ સિવાય હિન્દી પુસ્તકમાંથી કેટલીક કવિતાઓ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અદ્યતન અભ્યાસક્રમ મુજબ, મુઘલ દરબાર (16મી અને 17મી સદી) અને શાસકો અને તેમના ઈતિહાસને લગતા પ્રકરણોને ભારતીય ઈતિહાસની થીમ્સ-ભાગ II માંથી કાઢી નાખવામાં આવ્યા છે. નાગરિકશાસ્ત્ર પુસ્તકમાંથી ‘યુએસ હેજેમની ઇન વર્લ્ડ પોલિટિક્સ’ અને ‘ધ કોલ્ડ વોર એરા’ જેવા પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે. આ જ રીતે, NCERT હિન્દી પાઠ્યપુસ્તકોમાંથી કેટલીક કવિતાઓ અને ફકરાઓ પણ દૂર કરશે. NCERT મુજબ, તમામ તાજેતરના ફેરફારો વર્તમાન શૈક્ષણિક સત્ર 2023-2024 થી લાગુ થશે.
ઈતિહાસ અને હિન્દી પાઠ્યપુસ્તકો ઉપરાંત, NCERT એ ધોરણ 12 ના નાગરિકશાસ્ત્રના પુસ્તકમાં પણ સુધારો કર્યો છે. ‘અમેરિકન હેજેમની ઇન વર્લ્ડ પોલિટિક્સ’ અને ‘ધ કોલ્ડ વોર એરા’ નામના પુસ્તકમાંથી બે પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે.
NCERTએ ધોરણ 10 અને ધોરણ 11ના પાઠ્યપુસ્તકોમાં પણ ફેરફાર કર્યા છે. ધોરણ 10ની ‘ડેમોક્રેટિક પોલિટિક્સ-2’ પુસ્તકમાંથી ‘લોકશાહી અને વિવિધતા’, ‘લોકપ્રિય સંઘર્ષો અને ચળવળો’ અને ‘લોકશાહીના પડકારો’ સહિતના પ્રકરણો કાઢી નાખવામાં આવ્યા છે.
ઉપરોક્ત જણાવ્યા અનુસાર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) CBSE, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ગોવા, ત્રિપુરા, દિલ્હી, ગુજરાત, હરિયાણા અને મિઝોરમ સહિત દેશના લગભગ 23 રાજ્યોના શાળા શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓ , હવે ધોરણ 10મા 11મા અને 12મામાં ઈતિહાસના નવા પુસ્તકો વાંચશે. આ કરોડો વિદ્યાર્થીઓ હવે ધોરણ 10મા, 11મા અને 12મા ધોરણના ઈતિહાસના પુસ્તકોમાં મુઘલ સામ્રાજ્ય, દિલ્હી દરબાર, અકબરનામા, બાદશાહનામા અને અનેક રાજકીય પક્ષોના ઉદયની વાર્તાઓ વાંચી શકશે નહીં.