ગુજરાતનો ભવ્ય વારસો, બલિદાન અને સમર્પણની ભાવના આ ફિલ્મ દ્વારા બતાવામાં આવશે
ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ હવે હિન્દીમાં પણ રીલિઝ થવા જઈ રહી છે. 16 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મ ગુજરાતમાં ખૂબ જ સફળ રહી હતી. હવે આ ફિલ્મ 3 મેના રોજ હિન્દીમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની સ્ટોરી તેરમી સદી પર પ્રકાશ ફેંકશે. તે સમયે અલાઉદ્દીન ખિલજીની સત્તા હતી. ‘કસુંબો’ બતાવે છે કે કેવી રીતે દાદુ બારોટ અને એકાવન લોકો ખિલજીની સેના સામે એક થયા. તેઓ મંદિરો અને આપણી સનાતન સંસ્કૃતિની જાળવણીમાં ફાળો આપે છે. ફિલ્મ દ્વારા તેની બહાદુરીની પ્રશંસા કરવામાં આવી છે. પાન સ્ટુડિયો આ ફિલ્મને દેશના લોકોની સામે લાવવા માંગે છે અને તેથી આ પ્રેરણાદાયી સ્ટોરી હિન્દીમાં રિલીઝ કરવામાં આવશે. ગુજરાતનો ભવ્ય વારસો, બલિદાન અને સમર્પણની ભાવના આ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવશે.