બગાડ અટકાવવા કેન્દ્ર સરકાર હોટેલો પાસે પીરસવામાં આવતા ખોરાકનો હિસાબ માંગવા તૈયાર

વડાપ્રધાન મોદીએ તાજેતરમાં વેસ્ટેજમા જતા ખોરાક અંગે ચિંતા વ્યકત કર્યા બાદ હવે સરકાર હોટેલો પાસે દાણે-દાણાનો હિસાબ માંગવા જઈ રહી છે. જેનાી ખોરાકનો બગાડ અટકશે તેવો મત કેન્દ્ર સરકારનો છે.

આ મામલે ખાદ્ય ખોરાક મંત્રી રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે, હોટેલો પોતાની રીતે વિવેકબુધ્ધીી આ પગલે લેશે કે સરકારે આ મામલે કાયદો ઘડવો પડશે. ોડા દિવસો પહેલા વડાપ્રધાન મોદીએ બહોળા પ્રમાણમાં ખોરાકના બગાડ અંગે ચિંતા વ્યકત કરી હતી. ત્યારબાદ હવે મંત્રી પાસવાન પણ આ મામલે ગંભીર બન્યા છે.

આ મામલે તેમણે જણાવ્યું હતું કે, જયારે આપણે હોટેલમાં જમવા જઈએ છીએ ત્યારે આપણે ઘણો ખોરાક બગાડમાં જતો હોવાનું જોઈએ છીએ. દેશમાં ઘણા લોકો એવા છે જેમને જમવા માટે મળતું ની.

તેમણે ઉમેર્યું હતું કે, હોટેલોએ કેટલો ખોરાક પિરસવો જોઈએ તેવું સરકાર નક્કી કરી શકે નહીં પરંતુ પ્લેટમાં કેટલો ખોરાક પીરસવામાં આવે છે તેવું તો પુછી શકે. અહીં ઉલ્લેખનીય છે કે હોટેલોમાં પ્લેટમાં કેટલો ખોરાક પીરસવામાં આવે છે તેવું નિર્ધારીત ની હોતું. સરકાર એક રીતે હવે હોટેલો પાસેી પ્લેટમાં પિરસવામાં આવનાર તમામ વસ્તુનો હિસાબ લેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.