- રાજ્યસભાની ચાર ખાલી પડેલી બેઠક પર આસાનીથી વિજય મેળવી સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી વકફ સુધારા બિલ સરળતાથી પાસ કરવાની સરકારની રણનીતિ
કેન્દ્ર સરકાર સુધારા બિલ સરળતાથી પસાર કરવા માટે પ્રતિબંધ બનવાની સાથે સાથે રાજ્ય સભામાં ખાલી થનારી ચાર બેઠક પર એનડીએ આસાનીથી વિજય મેળવી નીચલા ગ્રહમાં બહુમતીના આંક અંકે કરી પછી વક્ફ સુધારા બિલ સરળતાથી પાસ કરવાની રણનીતિ મુજબ આગળ વધી રહી છે,સરકાર બિલ પાસ કરાવવા માટે ડિસેમ્બર સુધી રાહ જોશે તેવું સ્પષ્ટ બન્યું છે.
ગઈકાલે લઘુમતી બાબતોના મંત્રી કિરણ રીજ્જુએ સંસદમાં વકફ સુધારા બિલ રજૂ કર્યું હતું જેનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો જ્યારે ટી ડીપી અને જેડીયુ એ બિલને સમર્થન આપ્યું હતું.
દેશમાં સરક્ષણ ,રેલવે પછી સૌથી વધુ મિલકતો ધરાવતા વકફ બોર્ડ ના વહીવટને પારદર્શક બનાવવા સરકાર વકફ સુધારા બિલ માટે તૈયાર થઈ છે વકફ બોર્ડમાં બિન મુસ્લિમ મહિલા પ્રતિનિધિત્વ, બોર્ડની મિલકતની સમીક્ષા, અને બોર્ડ સામેના લાખો પેન્ડિંગ કેસ ના ઉકેલ અને વાકફ મિલકતો જે હેતુ માટે દાન કરવામાં આવી હોય તે ગરીબ જરૂરિયાત મંદો ને લાભ આપનારી બની રહે, વકફની મિલકતોને દૂરપયોગ, બાહુબલીઓ દ્વારા કરવામાં આવેલા કબજા સહિતની તમામ સમસ્યાઓના ઉકેલ માટે વકફની સ્વાયત્તામાં જરૂરી કાપ સાથેના સુધારા બિલ માટે સરકારે કમર કસી છે.
વકફ અધિનિયમ નો કોંગ્રેસ સહિતના પક્ષોએ વિરોધ કર્યો છે ત્યારે અનેક બુદ્ધિજીવી મુસ્લિમ આગેવાનો અને સંસ્થાઓએ સરકારના આ પ્રયાસ ને આવકાર પણ આપ્યો છે આમ વકફ સુધારા બિલ અંગે અત્યારે મિશ્ર પ્રતિભાવો નો માહોલ ઊભો થયો છે.
સરકાર માટે વકફ અધિનિયમ બીલ સરળતા થી પાસ કરવું જરૂરી બન્યું છે ત્યારે બંને ગ્રહમાં બિલ સરળતાથી પાસ થઈ જાય તે માટે રાજ્યસભાની ચાર બેઠકો ડિસેમ્બર સુધીમાં એનડીએ ના પક્ષમાં ભરાઈ જાય ત્યાં સુધી સરકાર સુધારા બિલ માટે રાહ જોશે.
રાજ્ય સભા ની ચાર બેઠકો ગયા મહિને ખાલી થઈ હતી આ બેઠકો ભરાઈ જાય તો પછી ભાજપને અન્ય કોઈ પક્ષના સમર્થનની જરૂર ન રહે આગામી ચૂંટણી પછી એનડીએ રાજ્યસભામાં 117 ના સ્પષ્ટ બહુમતીના આજ સુધી પહોંચી જશે 237 ના ગ્રહમાં 119 ની બહુમતી માટે બે સભ્યો ઘટે છે જમવું કાશ્મીરમાંથી ચાર સહિત આઠ ખાલી જગ્યા માંથી ચાર નિશ્ચિત બેઠકો સાથે ગ્રહ ની સંખ્યા 241 થશે અને એનડીએ પાસે જરૂરી બહુમતી ની 121 નો આંકડો પાર થશે મધ્યપ્રદેશ રાજસ્થાન ઓરિસ્સા ત્રિપુરા આસામ મહારાષ્ટ્ર અને બિહારમાં એનડીએ ના ઉમેદવારો ની સ્થિત બાકી છે આ સંખ્યા વધીને 64 થશે બિહાર અને મહારાષ્ટ્રમાં સાથી પક્ષો નો વિજય નિશ્ચિત છે 3 સપ્ટેમ્બરે ચૂંટણી કોંગ્રેસ માટે પણ લાભ બની શકે તેમ છે.
કારણ કે કોંગ્રેસને તેલંગાણામાંથી એક બેઠક મળવાની છે જે તેને 27 નો આંક અપાવશે રાજ્યસભામાં વિપક્ષના નેતા પદને જાળવી રાખવા માટે મલિકા મલ્લિકાર્જુન ખડગે ને એક સભ્યનું છેટું રહી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છેવકફ સુધારા બિલ માટે સરકારે રાજ્યસભાની બહુમતી સુધી રાહ જોવાની રણનીતિ અપનાવી છે.ગઈકાલે સંસદમાં રજૂ થયેલા વક્ફ સુધારા બિલ અંગે જે યુએચ ના પ્રમુખ મોલાના મહમદ મદનીએ આ બિલને વક્ફમિલકતો માટે હાનિકારક જણાવ્યું હતું સૈયદ સદા તુલ્લા હુસેનીએ આ સુધારાનો વિરોધ કર્યો હતો. દરમિયાન સરકાર રાજ્ય સભામાં બહુમતી પ્રાપ્ત કરીને વકફ સુધારા બિલ પાસ કરાવવાનું લક્ષ્ય સાધવા મક્કમ બની છે.