- ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા ડિજિટલ
- બ્રોડકાસ્ટિંગ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે નવી નીતિ લાવશે
સરકારે સોમવારે દેશમાં ખાનગી ડિજિટલ બ્રોડકાસ્ટર્સ માટે નીતિઓ ઘડવામાં મદદ કરવા માટે એક પરામર્શ દસ્તાવેજ પ્રકાશિત કર્યો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, આ પગલાથી તમામ હિતધારકો – બ્રોડકાસ્ટર્સ, ટ્રાન્સમિશન ઇક્વિપમેન્ટ ઉત્પાદકો અને ડિજિટલ રેડિયો ઉત્પાદકો – એક પ્લેટફોર્મ પર લાવશે અને તેમને ડિજિટલ બ્રોડકાસિ્ંટગ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે સાથે મળીને કામ કરવાની મંજૂરી આપશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ખાનગી રેડિયો ચેનલો માટે ડિજિટલ પ્રસારણ નીતિની રચના સંબંધિત વિવિધ મુદ્દાઓ પર રસ ધરાવતા પક્ષકારો પાસેથી ટિપ્પણીઓ આમંત્રિત કર્યા છે. હિતધારકોને 28 ઓક્ટોબર સુધીમાં પરામર્શ દસ્તાવેજ પર લેખિત ટિપ્પણીઓ સબમિટ કરવા માટે જણાવાયુ છે. 11 નવેમ્બર સુધી કોઈપણ કાઉન્ટર કોમેન્ટ સબમિટ કરી શકાશે.
એજન્સી અનુસાર, ભારતમાં એનાલોગ ટેરેસ્ટ્રીયલ બ્રોડકાસિ્ંટગ મધ્યમ તરંગ, શોર્ટ વેવ અને એફએમ ફ્રીક્વન્સી બેન્ડમાં કરવામાં આવે છે. ખાનગી પ્રસારણકર્તાઓને માત્ર એફએમ ફ્રિક્વન્સી રેન્જ (88-108 એમએચઝેડ)માં જ કાર્યક્રમો પ્રસારિત કરવાની મંજૂરી છે. સરકારના મતે એનાલોગ બ્રોડકાસિ્ંટગ કરતાં ડિજિટલ બ્રોડકાસિ્ંટગના અનેક ફાયદા છે.