હાઈ સેગ્મેન્ટથી લઈ લોઅર સેગ્મેન્ટની હોટેલ અને રેસ્ટોરન્ટમાં હવેથી કોઈપણ ફૂડ એટલે કે ખોરાકમાં થતો વધારો કે વેસ્ટેજ થતા ફુડનો હિસાબ હવે સરકાર માંગશે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં જણાવ્યું છે કે હવે એક એક દાણે-દાણાનો હિસાબ હવે સરકાર માંગશે. જયારે રાજકોટ શહેરમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટમાં લોકોને પીરસવામાં આવતું ભોજન છે જેનો બગાડ નહિવત થાય છે. જયારે ફિકસ રેટ (ભાવ)માં મળતુ ભોજન જો કોઈ ગ્રાહકથી વધે છે ત્યારે હોટલ તે વધેલ ખોરાકને પાર્સલ કરી આપે છે અને તેની સામે ગ્રાહક પણ તે ખોરાકને ઘરે લઈ જવાનો આગ્રહ રાખે છે.
ભાભા ડાઈનીંગ હોલના માલિક પારસભાઈ આ વિશે જણાવતા કહ્યું કે અન્નનો બગાડ ન થાય એ નિર્ણય સરકારનો બિરદાવનાર છે. જે નજીવો બગાડ થાય છે. તેનો વેસ્ટ ક્રશરમાં જવા દેવામાં આવે છે.
ધ ગ્રાન્ડ ઠાકરના માલિક કૃશાંક ઠાકરએ સરકારના નિયમને ૧૦૦% માન્ય ગણ્યો છે.
તેની સામે કસ્ટમરને પણ એવરનેસની જ‚ર છે. કારણકે ઘણા લોકો એવા પણ હોય છે જેને અન્ન મળતુ નથી ત્યારે જે બગાડ જે લોકો કરે છે અન્નનો તે ન કરે. પબ્લીક અવેરનેસ માટે હોર્ડિંગ્સ અને પોસ્ટર લગાવવા જોઈએ. ઠાકર હોટલમાં પણ ડોન્ટ વેસ્ટ ફૂડ એ પોસ્ટર લગાડેલા છે. સાથે સાથે એક ડીસ્પ્લેમાં પણ સતત એ બાબત લોકો સુધી પહોંચાડે છે. જે વેસ્ટેજ નિકળે છે એ રાજકોટ મ્યુનિસિપલ ટીયરવાન કચરો લઈ જાય છે. જેમાંથી તે ફર્ટિલાઈઝર કરે છે. જોતા પુરતુ ફુડ લેવુ જોઈએ. અન્નનો બગાડ ન કરવો જોઈએ.
હોટલ ધ ફર્ન રેસિડેન્સીના મેનેજીંગ ડિરેકટર શ્યામ રાયચુરાના જણાવ્યા અનુસાર અન્નનો બગાડ ન થવો જોઈએ એ બહુ જ સારુ ઈનિસીએટીવ છે, બધા વ્યકિતઓને સ્પર્શતો આ મુદ્દો છે. એથિકલી એ સારી બાબત છે. અમુક પ્રેકિટલ પ્રોબ્લેમ પણ આ મુદ્દાને અસર કરે છે જેવા કે લોકોની આદતો, બેન્કવેટ બુક કરતી વખતે વધારે પડતુ વધારે અથવા વધારે પડતુ ઓછા ગેસ્ટના નંબર આપવા જયારે એ આગળ જતા અન્નના બગાડને પ્રોત્સાહન આપે છે. જ‚રીયાત હોય એના કરતા વધુ ખોરાકનો ઓર્ડર આપ્યા બાદ બગાડ વધુ થતો હોય છે. હોટલના પોતાના પણ પ્રેકટીકલ પ્રોબ્લેમ હોય છે કે જેને લઈ જેટલી જ‚રિયાત હોય એના કરતા વધુ ઓર્ડર આપતા હોય છે. ફર્ન હોટલમાં લંચ અને ડીનરમાં બુફે સિસ્ટમ રાખે છે. જેથી શકય હોય એટલું ફૂડ બચાવી શકીએ છીએ બેંકવેટ બુક કરતા પહેલા એક ચોકકસ ગજેટનો આંકડો લઈ લેવાથી બગાડ થવાની શકયતા ઓછી થઈ શકે છે જે ખોરાક તૈયાર થઈ ગયો છે. તે ખોરાક સંગ્રહી શકાતો નથી કેમકે વાસી ખોરાક પણ કોઈને આપવો ન જોઈએ. અન્નનો બગાડ થતો હોય છે. એને વધુ સારી રીતે યુટીલાઈઝ કરી શકીએ અને ઓછામાં ઓછો બગાડ થાય એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ પબ્લીક અવેરનેસ માટે લોકોએ પોતે જ સમજવું જોઈએ ઓર્ડર આપવા માટે ચોકકસ આંકડો આપવો જોઈએ.
બિગબાઈટના માલિક જીતુભાઈ ખોયાણીએ અન્નનો બગાડ ન થાય એ માટેખાસ કહ્યું હતુકે જે કોઈ કસ્ટમર પૂડ લે છે અને જે કૂક ફૂડનો વધારો થાય છે. ત્યારે તે ફૂડને ગ્રાહકને કહેવાથી તે કૂક ફૂડને પાર્સલ કરી આપે છે.
તેમજ ક્રન્ચી રિપબ્લીક ફૂડ રેસ્ટોરન્ટના માલિક કાર્તિક કૂંડલીયાના જણાવ્યા અનુસાર સરકારનો આ નિર્ણય બધા માટે સરઆંખો પર છે. એટલે કે પોઝીટીવ છે ક્રન્ચી રિપબ્લીક ફૂડમાં જે ફૂડ વેસ્ટેજ જાય છે એ કોઈ પણ ટ્રસ્ટીઓને આપવામાં આવે છે. જેમકે
બોલબાલા જે પબ્લીક અવેરનેસ માટે પ્રોપર મેસેજ પહોચવો જોઈએ કે અન્નનો બગાડ ન કરો કારણ કે જો અન્નનો બગાડ થશેત્યારે ભવિષ્ય અંધારામાં જશે તેવું લાગે છે. જયારે આવતા દિવસોમાં કોઈ પણ ફૂડની ડિશનો ચાર્જ વજન પર વસુલવામાં આવશે.