સરકારે લાયસન્સની અવધી અને ફી સહિતના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા: મેઈક ઈન ઈન્ડિયાને બુસ્ટ આપવા સરકારનો પ્રયાસ

દેશમાં હથિયારોનું ઉત્પાદન વધારવા પ્રોત્સાહનના ભાગરૂપે સરકારે આર્મ્સ નિયમો હળવા કર્યા છે. પરિણામે હવે મેઈક ઈન ઈન્ડિયા પ્રોજેકટને વેગ મળશે અને હથિયાર બનાવવાની ફેકટરીઓનું નિર્માણ થશે.

સરકારે મેઈક ઈન ઈન્ડિયાને વેગવાન બનાવવા હથિયાર બનાવતી કંપનીઓને લાયસન્સ ફાળવવાને નિયમોમાં મોટાપાયે ફેરફાર કર્યા છે. અત્યાર સુધી લાયસન્સ માત્ર પાંચ વર્ષ માટે આપવામાં આવતા હતા. પરંતુ હવેથી કંપનીઓને લાઈફ ટાઈમ માટે પરવાનો ફાળવવામાં આવશે. આ ઉપરાંત લાયસન્સ માટેની ફી પણ બહોળા પ્રમાણમાં ઘટાડી દેવામાં આવી છે. હવેથી લાયસન્સ માટેની ફી રૂ.૫ હજારથી ૫૦ હજાર વચ્ચે રહેશે. એક ફાયર આર્મ માટે રૂ.૫૦૦ સુધી ફી ઘટાડો થયો છે.

સરકારે નિયમો હળવા કરતા દેશમાં રોજગારીનું પ્રમાણ પણ વધશે. હથિયાર બનાવતી ફેકટરીમાં અનેક લોકોને રોજગારી મળશે તેવો દાવો સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે. હવેથી હથિયારની ફેકટરી માટેનો પરવાનો મેળવવા લાયસન્સ ફી જે સમયે લાયસન્સ આપવામાં આવે ત્યારે જ ભરવાની રહેશે. અગાઉ અરજી કરતા સમયે આ ફી ભરવી પડતી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.